મગની દાળનો હલવો (Moong Dal Halwa Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#RC1
Week1
Yellow recipie

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 100ગ્રામ મગની પીળી દાળ
  2. 200ગ્રામ દેશી ઘી
  3. 70ગ્રામ દળેલી સાકર
  4. 1કપ કેસર વાળું દૂધ
  5. 5બદામની કતરણ
  6. 8નંગ કિસમિસ
  7. 1/2સ્પૂન ઇલાયચી પાઉડર
  8. ગાર્નીસ માટે ડ્રાયફ્રુટ :-
  9. 15કાજુ
  10. 15કિસમિસ
  11. 4બદામ
  12. 5-6કેસર ના તાર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા મગની દાળને 5 થી 6 કલાક પાણીમાં પલાળી દો. પછી બધું પાણી નિતારી લઈ મિક્સરમાં 3 સ્પૂન પાણી ઉમેરીને કરકરું પીસી લો. અને નોનસ્ટિક પેનમાં કાઢી લો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી પેનમાં ઘી ઉમેરીને લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ સુધી.પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહીને શેકી લો. (ફોટામાં જોઈ શકો છો મિશ્રણ નો કલર ચેન્જ થઈ ગયો છે.) હવે મિશ્રણમાં દળેલી સાકર, ઇલાયચી પાઉડર, અને કેસરવાળું દૂધ ઉમેરીને હાઈફ્લેમ પર સતત હલાવો.

  3. 3

    મિશ્રણમાંથી દૂધ બળી જાય અને ઘી છૂટું પડવા લાગે એટલે બદામની કતરણ, કિસમિસ ઉમેરવા.

  4. 4

    તૈયાર છે આપણો મગની દાળનો શીરો.ડીશમાં લઈને મનપસન્દ રીતે ડ્રાયફ્રુટ અને કેસરના તાર થી ગાર્નીસ કરી ગરમ - ગરમ સર્વ કરો.

  5. 5

    નોંધ :- હું મારી સ્વીટ રેસિપીમાં ખાંડ ને બદલે સાકર નો ઉપયોગ કરૂં છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes