ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Minal Vyas
Minal Vyas @cook_30606633
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
ત્રણથી ચાર વ્યક્તિ
  1. 3ચમચા વઘાર માટે તેલ
  2. આઠ-દસ લીમડાના પાન
  3. ત્રણ-ચાર લીલા મરચાં ઉભા કાપેલા
  4. 1 કપમોરૈયો
  5. 1/4 કપસાબુદાણા
  6. થોડી કોથમીર ઝીણી સમારેલી
  7. 1 ચમચીખાંડ
  8. 1/2 કપદહીં
  9. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  10. 1 ચમચીઇનો fruit salt
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. ૧ ચમચીસફેદ તલ
  13. 1ચમચો તેલ
  14. 1 ચમચીજીરૂ
  15. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સાબુદાણાને પીસીને લોટ તૈયાર કરો. મોરૈયા ને પણ કરકરો પીસી લેવો

  2. 2

    પીસેલા લોટમાં મીઠું દહીં આદું મરચાની પેસ્ટ નાંખી બરાબર મિક્સ કરવું

  3. 3

    થોડું થોડું પાણી નાખી ઢોકળા જેવું બેટર તૈયાર કરો

  4. 4

    ઢોકળા કોરા ન લાગે એના માટે એક ચમચો તેલ નાખવું. ૧ ચમચી ખાંડ પણ ઉમેરો

  5. 5

    વેઇટરને 20થી 25 મિનિટ રહેવા દો

  6. 6

    બેટરમાં એક ચમચી ઈનો નાખવો અથવા તો 1/2 ચમચી બેકિંગ સોડા નાંખવો બરાબર મિક્સ કરવું

  7. 7

    ઢોકળાની થાળી તેલથી ગ્રીસ કરી તેમાં બેટર નાખવું. લાલ મરચું અથવા મરી પાઉડર છાંટવો

  8. 8

    ફુલ ગેસ ઉપર 15 મિનિટ ઢોકળા બફાવા દો

  9. 9

    15 મિનિટ પછી છરી નાખી ચેક કરવું

  10. 10

    ઢોકળાને ત્રણથી ચાર મિનિટ ઠંડા થવા દહીં પછી કાપા પાડવા

  11. 11

    એક વઘારીયા માં એક ચમચો તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં લીમડાના પાન અને લીલા મરચાં અને તલ નાખી વઘાર કરો

  12. 12

    વઘાર ઢોકળાં ઉપર રેડી કોથમીર ભભરાવી સર્વ કરો

  13. 13

    તૈયાર છે ગરમા ગરમ ફરાળી ઢોકળા

  14. 14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minal Vyas
Minal Vyas @cook_30606633
પર

ટિપ્પણીઓ

Similar Recipes