બંગાલી રસગુલ્લા

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

રસગુલ્લા જે નાનાથી લઈને મોટા દરેકને ફેવરિટ હોય છે અને આ બંગાળી સ્વીટ્સ ને ઘરે પણ આપણે એટલી જ સરળતાથી બનાવી શકીએ છીએ
#cookwellchef
#ebook
#RB7

બંગાલી રસગુલ્લા

રસગુલ્લા જે નાનાથી લઈને મોટા દરેકને ફેવરિટ હોય છે અને આ બંગાળી સ્વીટ્સ ને ઘરે પણ આપણે એટલી જ સરળતાથી બનાવી શકીએ છીએ
#cookwellchef
#ebook
#RB7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
બે વ્યક્તિઓ
  1. 2 કપગાયનું દૂધ
  2. 1ચમચો લીંબુનો રસ
  3. 2 1/2 કપપાણી
  4. 3/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    દૂધને 5-7 મિનિટ સુધી ઉકળી હલાવતા રહો. પછી તેમાં 1 ચમચો લીંબુનો રસ લઇને તેને ઉકળતા દૂધમાં ધીમે ધીમે નાખતા જાવ અને દૂધને હલાવતા રહો. થોડીક વારમાં પાણી અને પનીર છૂટું પડી જશે. ગેસ પરથી ઉતારીને 2 મિનિટ પછી પાતળા કપડામાં નીતારી તેની ઉપર ઠંડુ પાણી નાખો જેથી પનીરમાંથી વરાળ અને લીંબુની ખટાશ દૂર થઈ જશે. હવે કપડાની પોટલી બનાવીને તેમાંથી બધું જ પાણી નીચોવો

  2. 2

    આ પછી પનીરને એકદમ લીસ્સુ બની જાય ત્યાં સુધી ખૂબ મસળતા રહો. તેમાં કણીઓ ન રહેવી જોઈએ. હવે તેમાંથી નાના નાના ગોળા બનાવી લો. (ગોળા બનાવતી વખતે ધ્યાનમાં રાખજો કે જ્યારે તેને ચાસણીમાં નાખીશું ત્યારે તે સાઈઝમાં ડબલ થઈ જશે.)

  3. 3

    હવે ગેસ પર એક કૂકરમાં પાણી અને ખાંડ લઈને ઉકળવા મૂકો. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દો. પછી એક એક કરીને બધા પનીરના ગોળા તેમાં નાખી દો. ઢાંકણું બંધ કરી તેના પરથી સિટી કાઢી નાખો. હવે મધ્યમ તાપ પર તેને 15-20 મિનિટ સુધી રહેવા દો. પછી કૂકરનું ઢાંકણું ખોલીને ચાસણીમાં ગુલાબજળ ઉમેરી શકો છો. આ ઓપ્શનલ છે. તે પછી પહોળા બાઉલમાં કાઢી લો. વરાળ નીકળી જાય પછી તેને ફ્રીઝમાં મૂકી ઠંડા કરો. અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes