લંગર દાળ (Langar Dal Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#EB week10
પહેલાના સમયમાં બધા જ લોકો મંદિરમાં પોતાની આવકનો 10મો ભાગ મુકતા એટલે કે મંદિરમાં પોતાની પાસે રહેલો જે અનાજ છે તેમાંનો બધા જ થોડો થોડો અનાજ આપતા. આમ બધી જ દાળ ભેગી કરીને બનાવવામાં આવતી તેના ઉપરથી તેનું નામ લંગર દાળ એવું રાખવામાં આવ્યું. તેથી લંગર દાળ માં જે આપણું મન હોય તે દાળ મિક્સ કરીને બનાવવામાં આવે છે. અને આ દાળ રોટી સાથે પણ ખાવાની મજા આવે તેથી તે ઘાટી ખૂબ જ ઘાટી બનાવવામાં આવે છે.

લંગર દાળ (Langar Dal Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#EB week10
પહેલાના સમયમાં બધા જ લોકો મંદિરમાં પોતાની આવકનો 10મો ભાગ મુકતા એટલે કે મંદિરમાં પોતાની પાસે રહેલો જે અનાજ છે તેમાંનો બધા જ થોડો થોડો અનાજ આપતા. આમ બધી જ દાળ ભેગી કરીને બનાવવામાં આવતી તેના ઉપરથી તેનું નામ લંગર દાળ એવું રાખવામાં આવ્યું. તેથી લંગર દાળ માં જે આપણું મન હોય તે દાળ મિક્સ કરીને બનાવવામાં આવે છે. અને આ દાળ રોટી સાથે પણ ખાવાની મજા આવે તેથી તે ઘાટી ખૂબ જ ઘાટી બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપઅડદની દાળ
  2. 1/4 કપચણાની દાળ
  3. 2 ટી સ્પૂનઘી
  4. 1 ટી સ્પૂનતેલ
  5. 2 ટીસ્પૂનઆદુ-લસણની પેસ્ટ
  6. લીમડાના પાન
  7. 1 ટી સ્પૂનજીરુ
  8. 1 ટીસ્પૂનલીલા મરચાની પેસ્ટ
  9. 1નાની ડુંગળી ઝીણી સમારેલી
  10. 2ટામેટાં ઝીણા સમારેલા
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 1 ટીસ્પૂનગરમ મસાલો
  13. 1/2 ટી સ્પૂનહળદર
  14. 1 ટીસ્પૂનધાણાજીરું
  15. સ્વાદ મુજબ મીઠું
  16. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સહુ પ્રથમ બંને દાળને ભેગી કરી અને કૂકરમાં બાફી લો. ત્યાં સુધી બાજુમાં વઘાર કરી લે વઘાર માટે ઘી અને તેલ ગરમ કરવા માટે રાખો થયા બાદ તેમાં જીરું, આદુ-લસણની પેસ્ટ, લીમડાના પાન નાખીને વઘાર કરો.

  2. 2

    પછી તેમાં લીલા મરચાની પેસ્ટ અને ડુંગળી નાખો. તેને ધીમા તાપે હલાવતા રહો ડુંગળી ચડે ત્યાં સુધી. પછી તેમાં ટામેટાં ઉમેરી તેને હલાવો અને તેને પણ ચડવા દો. ટામેટાં ચડી ગયા બાદ તેમાં બધા જ મસાલા કરો.

  3. 3

    મસાલા ને એક મિનિટ માટે ચઢવા દો. દાળ જે બાફેલી છે તેને વલોવી અને તે વઘાર માં રેડી દો. તેમાં લીલા ધાણા નાખો અને તેને ઘટ્ટ થવા દો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes