અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#EB
#Week10

આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.
જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...
અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..
અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..
સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ‌ બને છે...
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરે
તમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે.
અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ.
અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..
મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપઅડદ દાળ
  2. ૨ ટેબલસ્પૂનતેલ
  3. ૧ ટેબલસ્પૂનજીરુ
  4. ૧/૨ ટી સ્પૂનહિંગ
  5. ૧/૨ ટેબલસ્પૂનહળદર
  6. ૨ ટેબલસ્પૂનલસણ- આદું- મરચાં
  7. મીઠો લીમડો
  8. ૧ ટેબલસ્પૂનગરમ મસાલો
  9. ૧/૨ ટેબલસ્પૂનધાણાજીરુ પાઉડર
  10. ૧ ટેબલસ્પૂનલસણ મરચાં વાટેલા
  11. મીઠું સ્વાદાનુસાર
  12. કોથમીર ગાર્નિશ માટે
  13. ૧ ટેબલસ્પૂનલીંબુનો રસ
  14. ૧ ટેબલસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ ને કૂકરમાં લઈ ને ૩ સીટી લગાવી લેવી.ત્યારબાદ તેમાં તેને વલોણા થી વલોવી ૧.૫ ગ્લાસ પાણી ઉમેરી લેવું.

  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ ને તેમાં જીરું ઉમેરી લેવું.તે સંતળાઈ જાય પછી તેમાં હીંગ, મીઠો લીમડો ઉમેરો.તે પછી તેમાં લસણ-આદુ-મરચાં, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર ઉમેરી સાંતળી લેવું.હવે બાફેલી અડદ ની દાળ ઉમેરીને થોડીવાર ઉકળવા દો. મીઠું સ્વાદાનુસાર ઉમેરો. અહીં લાલ મરચું પાઉડર ઉમેરવાનું નથી.

  3. 3

    હવે ૧૦ મિનિટ પછી ઉપર થી લસણ મરચાં વાટેલા ઉમેરો.. તેનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.૧ ટેબલસ્પૂન લીંબુનો રસ અને કોથમીર પણ ઉમેરો.૧ ટેબલસ્પૂન ઘી પણ ઉપર થી ઉમેરો...તો તૈયાર છે સ્વાદિષ્ટ અડદની દાળ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes