સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...

#EB
#week11
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins.
4 servings
  1. 1 વાડકીચણા સત્તુ
  2. 1 વાડકીઘઉં નો લોટ
  3. 1 વાડકીઘી
  4. 1 વાડકીગોળ
  5. ચપટીસૂંઠ પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 mins.
  1. 1

    એક પેન માં ઘી ગરમ થાય એટલે એમાં ચણા સત્તુ અને ઘઉં નો લોટ સહેજ ગુલાબી રંગ જેવું થાય ત્યાં સુધી શેકી લો.

  2. 2

    પછી ગેસ બંધ કરી એમાં ચપટી સૂંઠ પાઉડર અને સમારેલો ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો અને એક થાળી માં એકસમાન પાથરી દો.

  3. 3

    સહેજ ઠંડુ પડે એટલે સુખડી નાં કાપા પાડી લેવા. ગરમા ગરમ સત્તુ સુખડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes