શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામપનીર
  2. 2ડુંગળી
  3. 3ટામેટાં
  4. 8-10કાજુ
  5. 2 ટીસ્પૂનઆદુ લસણ મરચાની પેસ્ટ
  6. 1તમાલપત્ર
  7. 2ઇલાયચી
  8. 2-3લવિંગ
  9. 2 ટેબલસ્પૂનઘી
  10. 2 ટેબલસ્પૂનતેલ
  11. 1 ટીસ્પૂનહળદર
  12. 2 ટીસ્પૂનમરચું
  13. 1 ટીસ્પૂનધાણાજીરું
  14. 1 ટીસ્પૂનગરમ મસાલો
  15. 1 ટીસ્પૂનખાંડ
  16. મીઠું સ્વાદાનુસાર
  17. 1/2 કપદહીં
  18. 1/2 કપમલાઈ
  19. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  20. 5-7તળેલા કાજુ
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક પેનમાં ઘી અને તેલ મૂકી તેમાં તમાલપત્ર, ઇલાયચી, લવિંગ મૂકી સહેજ તતડે એટલે તેમાં ડુંગળી નાખી સાંતળવી. સાથે કાજુના ટુકડા
    નાખવા. ડુંગળી સહેજ પોચી થાય એટલે તેમાં ટામેટા અને આદુ, લસણ, મરચાની પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લેવી.

  2. 2

    એક બાઉલમાં દહીં લેવું. તેમાં હળદર, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો મિક્સ કરી તેને પેનમાં ઉમેરી દેવું. દહીંમાં મસાલો મિક્સ કરીને ઉમેરવાથી મસાલા બળી જતા નથી અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. બધું એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી ને ઠરવા દેવું.

  3. 3

    ઠરે એટલે મિક્સરમાં પીસી લેવું. ફરીથી પેનમાં ઘી અને તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં પીસેલી ગ્રેવી ઉમેરવી. તમે ગ્રેવી ગાળીને પણ ઉમેરી શકો....મે અહીં એમ જ ઉમેરી છે. હવે તેમાં મીઠું અને ખાંડ ઉમેરી 5 મિનિટ માટે ગ્રેવી ને ઉકળવા દો. હવે તેમાં મલાઈ ઉમેરી દો. હવે તેમાં પનીરના ટુકડા અને તળેલા કાજુ ઉમેરી બરાબર મિક્સ કરો.કસૂરી મેથી પણ હાથેથી મસળીને ઉમેરી દેવી.ઉપર કોથમીર ભભરાવી દો. તો તૈયાર છે શાહી પનીર.....તેને તમે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

Similar Recipes