રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. મધ્યમ કદ ડુંગળી(૧ સમારેલી અને ૧ મીક્ષચરમાં પીસેલી)
  2. ટામેટાં (૧ સમારેલું અને ૧ મીક્ષચરમાં પીસેલું)
  3. ૧/૨ વાડકીક્રશ કરેલી સેવ (રતલામી કે લસણીયા સેવ વધુ સ્વાદિષ્ટ લાગશે)
  4. ૧/૨ વાડકીસેવ (રતલામી / લસણીયા કે કોઈ પણ)
  5. ૩ ચમચીઆદુ,લીલાં મરચાં,લસણ અને લાલ મરચાંની પેસ્ટ (ખાંડણીમાં વાટેલું)
  6. ૨ ચમચીલાલ મરચું
  7. ૧ ચમચીધાણાજીરૂ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીગોળ (નાખવો હોય તો)
  11. મીઠું
  12. ♥️વઘાર માટે
  13. ૩-૪ તજ લવીંગ
  14. સૂકા મરચાં
  15. ટેબલ સ્પુન રાઈ
  16. ટેબલ સ્પુન જીરૂ
  17. ૧/૪ટી સ્પુન હીંગ
  18. ૩-૪ ટેબલ સ્પુન તેલ (ચડીયાતું)
  19. ❤️ઉપરથી વઘાર માટે
  20. ૨-૩ ચમચી તેલ
  21. ૨ ચમચીકાશ્મીરી મરચું
  22. ૧/૪ ટી સ્પુન ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    વઘાર માટે તેલ મુકી વઘારની સામગ્રી નાખો. ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો.

  2. 2

    આદુ મરચાં લસણઅને લાલ મરચું ખાડણીમાં ખાંડી ને નાખો.ની પેસ્ટ નાખી સાંતળો. મીઠું નાખો.બધા જ મસાલા નાખો.

  3. 3

    ટામેટાની પેસ્ટ નાખો. બરાબર સાંતળો.

  4. 4

    ડુંગળી અને ટામેટા સમારેલા નાખો. બરાબર ચડવા દો. ગોળ નાખો.

  5. 5

    ક્રશ કરેલી સેવ નાખો. ૧/૨ ગ્લાસ પાણી નાખો.

  6. 6

    બરાબર એકરસ થાય એટલે ગેસ બંધ કરો.

  7. 7

    પીરસતી વખતે બીજો વઘાર કરો. સેવ સાથે પીરસો.

  8. 8

    સેવ ટામેટાંનું શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes