બનાના માલપુઆ (Banana Malpua Recipe in Gujarati)

માલપૂઆ એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂઆ એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો જીણો લોટ, રવો, ડેસિકેટેડ કોકોનટ પાવડર, સુગર પાવડર, ઈલાયચી પાઉડર અને વરિયાળી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં દૂધની મલાઈ, પાક્કા કેળા ને છૂંદી ને ઉમેરવું અને દૂધ થોડું થોડું ઉમેરતા જઈ બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ને ઢાંકણ ઢાંકી ને 1 કલાક રેસ્ટ આપો.
- 2
હવે આપણે ચાસણી બનાવીશું. એની માટે એક પેન માં ખાંડ અને પાણી ઉમેરી મિક્સ કરી ગેસ ની મીડીયમ આંચ પર ગરમ થવા દેવું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું. હવે આ ચાસણી માં ઈલાયચી પાઉડર અને કેસર ના તાર ઉમેરી મિક્સ કરી એક તાર ની ચાસણી બનાવી ગેસ ની આંચ બંધ કરી લો.
- 3
હવે મિશ્રણ માં જરૂર મુજબ ફરીથી દૂધ કે પાણી ઉમેરીને ચમચાથી પાડી સકાય એવું બેટર બનાવી લો. ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ચમચાથી બનાવેલું મિશ્રણ ઉમેરવું ને ગેસ ની લો ટુ મીડીયમ આંચ પર માલપુઆ ની કિનારી ગોલ્ડન કલર ની થાય એટલે બીજી બાજુ પલટાવીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો.
- 4
હવે આ તૈયાર કરેલા ગરમ માલપુઆને હૂંફાળી ગરમ ચાસણી માં ઉમેરી બે થી ત્રણ મિનિટ રાખીને કાઢી લો.
- 5
હવે આપણા માલપુઆ તૈયાર છે સર્વ કરવા માટે. આ માલપુઆ પર બદામ અને પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો. આ માલપુઆ ને રબડી સાથે પણ પીરસી સકાય છે.
- 6
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

માલપુઆ (Malpua recipe in Gujarati)


ટ્રેડિશનલ ઠંડાઈ સીરપ વિથ ઠંડાઈ મિલ્ક (Traditional Thandai Syrup


મહારાષ્ટ્રીયન કેસર પિયુષ (Maharashtrian Kesar Piyush Recipe in G


કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)


માલપુઆ (Malpua recipe in Gujarati)


ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)


ફાયર લેસ ચોકલેટ ગુજીયા (Fireless Chocolate Gujiya Recipe In Guja


ગુલકંદ રોઝ મીઠાઇ (Gulkand Rose Mithai Recipe in Gujarati)


કેસર દૂધપાક (Kesar Dudh Paak Recipe in Gujarati)


કેસર કોપરા પાક (Kesar Kopra Paak Recipe in Gujarati)


પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)


ફોર ફ્લેવર્સ ઈન વન મોદક (Four Flavours In One Modak Recipe in Gu


માલપુઆ (Malpua Recipe In Gujarati)


માલપુઆ (Malpua Recipe In Gujarati)


વડોદરા ની પ્રખ્યાત ભાખરવડી (Vadodara Famous Bhakharvadi Recipe In Gujarati)


વ્હિટ બનાના રેસીન મફીન (Banana raisin muffins recipe in Gujarati


દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)


કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)


બનાના એપલ શૉટ (Banana Apple Shot Recipe In Gujarati)


બેસન ના લાડુ (Besan na ladu recipe in Gujarati)


માલપુઆ (Malpua Recipe In Gujarati)


કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)


બ્રેડ મલાઈ ડેઝર્ટ (Bread Malai Dessert Recipe In Gujarati)


મીલ્કી માલપુઆ (Milky Malpua Recipe In Gujarati)


ક્રિસ્પી બનાના ચિપ્સ(Crispy Banana Chips Recipe In Gujarati)


ભાપા દોઈ / સ્ટીમ્ડ યોગર્ટ પુડિંગ (Bhapa doi recipe in Gujarati)


માલપુઆ (Malpua Recipe In Gujarati)


ભરેલા માલપુઆ (Stuffed Malpua Recipe In Gujarati)


ચોકલેટ બનાના સ્મૂથી (Chocolate Banana Smoothie Recipe In Gujarat


ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)

ટિપ્પણીઓ (18)