ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)

ગુજરાતી માલપુઆ એક પારંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ માલપુઆ માં વરિયાળી, મરી અને ઈલાયચી પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતી માલપુઆ માં ગોળ પહેલાથી જ ઉમેરવામાં આવે છે જેથી કરીને એમાં ખાંડની ચાસણી બનાવવાની જરૂર પડતી નથી. આ પ્રકારના માલપુઆ રાંધણ છઠ દરમિયાન લગભગ દરેક ના ઘરે બનાવવામાં આવે છે. આ માલપુઆ રબડી કે દૂધપાક સાથે પીરસવામાં આવે છે.
ગુજરાતી માલપુઆ (Gujarati Malpua Recipe In Gujarati)
ગુજરાતી માલપુઆ એક પારંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ માલપુઆ માં વરિયાળી, મરી અને ઈલાયચી પણ ઉમેરવામાં આવે છે. ગુજરાતી માલપુઆ માં ગોળ પહેલાથી જ ઉમેરવામાં આવે છે જેથી કરીને એમાં ખાંડની ચાસણી બનાવવાની જરૂર પડતી નથી. આ પ્રકારના માલપુઆ રાંધણ છઠ દરમિયાન લગભગ દરેક ના ઘરે બનાવવામાં આવે છે. આ માલપુઆ રબડી કે દૂધપાક સાથે પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોળને પાણીમાં પલાળીને ગોળનું પાણી તૈયાર રાખવું. હવે એક વાસણમાં ઘઉંનો લોટ, ઈલાયચી પાઉડર, મરી અને વરિયાળી ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 2
હવે તેમાં ગોળનું પાણી ઉમેરીને બરાબર હલાવી લેવું અને એકરસ મિશ્રણ બનાવી લેવું. હવે તેને ઢાંકીને ચાર કલાક માટે રહેવા દેવું. છ થી આઠ કલાક માટે પણ રાખી શકાય. વધારે વાર રહેવા દેવાથી આથો સારો આવે છે અને વધારે સરસ માલપુઆ બને છે. ચાર થી છ કલાક બાદ એમાં જરૂર જેટલું પાણી ઉમેરીને જાડી ધાર પાડી શકાય એવું ખીરું બનાવી લેવું. ખીરું પાતળું ના બની જાય એનું ખાસ ધ્યાન રાખવું. મેં લગભગ પા કપ થી થોડું વધારે પાણી ઉમેર્યું છે.
- 3
હવે એક સપાટ ફ્રાઇંગ પેનમાં તેલ લઈને મીડીયમ તાપે ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે એક ગોળ ચમચાની મદદથી થોડું ખીરું લઈને વચ્ચે મૂકવું. ખીરું ને ગોળ પાથરવાની જરૂર નથી એની જાતે જ ગોળ માલપુઆ નો આકાર બની જાય છે. હવે બંને તરફથી ગોલ્ડન કલરનું તળી લેવું. આ માલપુઆ ની કિનારીઓ ક્રિસ્પી અને વચ્ચેથી પોચા બને છે.
- 4
આ રીતે બધા માલપુઆ તળીને તૈયાર કરી લેવા અને ઉપર ખસખસ ભભરાવી લેવી.
- 5
માલપુઆ ને રબડી અથવા દૂધપાક સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમાલપુઆ આ એ લગભગ દરેક ની પસંદ ની સ્વીટ ડીશ છે, તહેવારો માં આપણે ખાસ બનાવીને ખાતા હોઈએ છે ખાસ કરી ને હોળી પર , લગભગ માલપુઆ મેંદા ના લોટ માં થી બનાવી અને ગળ્યા સ્વાદ માટે ખાંડ ની ચાસણી બનાવામાં આવે છે. આ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી જે પ્રમાણે હું મારી ફેમિલી માટે પણ બનાવતી હોઉં છું અને મારા ઘર માં બધાં ને ખૂબ પ્રિય છે. આજે આપણે ખાંડ ની ચાસણી અને મેંદા વગર એકદમ ટેસ્ટી માલપુઆ બનાવના છીએ , આપણે આજે ગોળ અને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી અને માલપુઆ બનાવીશુ તો ચાલો રેસીપી જોઈ લો. Neeti Patel -
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
મારુ શહેર અમદાવાદ અને ત્યાં આવેલ જગન્નાથ ભગવાન નું મંદિર જેના દર્શન થી ધન્યતા અનુભવાય અને માલપુઆ નો પ્રસાદ લઇ પાવન થવાય તો આજે મે માલપુઆ બનાવ્યા છે.#CT Dipika Suthar -
માલપુઆ (Malpua recipe in Gujarati)
માલપૂવા એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂવા એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે.#યીસ્ટ#પોસ્ટ1 spicequeen -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#SFR#SJR#Cookpadgujarati#Sweetમાલપુઆ એ ઉત્તર ભારતની ટ્રેડિશનલ મીઠાઈ છે પરંતુ હવે તો દરેક પ્રદેશમાં માલપુઆ બનાવવામાં આવે છે અને બધાયની ફેવરેટ મીઠાઈ બની ગઈ છે. મેં આજે ઘઉંનો લોટ, ઝીણી સુજી, વરીયાળી પાઉડર, ઇલાયચી પાઉડર, દૂધ અને ક્રીમના ઉપયોગથી માલપુવા બનાવ્યા છે.જે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બની છે. મીઠાઈ ની દુકાનમાં મળે એવા જ સ્વાદિષ્ટ બને છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
માલપુઆ(Malpuva Recipe in Gujarati)
#GA4#week16માલપુઆ ઓરિસ્સા માં ભગવાન જગન્નાથ જી ના પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે,ત્યાં ઘણી જાતના બનાવે છે, દૂધ, મિલ્ક પાઉડર,નાખીને બનાવાય છે, ઉપરથી રબડી નાખી ને પણ સર્વ થાય છે. ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્ર,વેસ્ટ બંગાળ આ બધા રાજ્ય માં મકરસંક્રાંતિ નિમિતે બનાવવામાં આવે છે, અને આપણા ગુજરાતમાં? 😊🤗 જ્યારે ખાવાનું મન થાય ત્યારે બને છે.હું નવરાત્રી માં અચૂક બનવું છું. Anupa Prajapati -
માલપુઆ (Maalpua Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૦#વિકમીલ૨માલપુઆ મને ખુબ પ્રિય છે.મોટેભાગના લોકો માલપુઆ ખાંડની ચાશની બનાવીને બનાવતાં હોય છે.પણ હું ચાશની વગર બનાવું છુ.મારાં પીયરમા મારાં કાકી આ રીતે બનાવે છે.હું પણ એમની પાસેથી જ શીખી છુ. Komal Khatwani -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#CTદ્વારકા એટ્લે ભગવાન દ્વારકા ધીસ ની નગરી જ્યાં ભગવાન ને ૫૬ ભોગ ધરાવવા માં આવે છે ને એમાં માલપુઆ તો ભગવાન ના એકદમ ફેવરિટ એતો હોય જ ને તોજ ૫૬ ભોગ પુરો ગણાય આહિયા ના બ્રાહ્મણ ખુબ સરસ માલપુઆ બનાવે અહીંયા ના માલપુઆ વખણાય અહીંયા ના ખીચડી ઓસામણ પણ વખણાય છે પણ મેં એની રેસિપી પેલા મુકેલી છે તો ચાલો આપણે માલપુઆ બનાવીએ. Shital Jataniya -
બનાના માલપુઆ (Banana Malpua Recipe in Gujarati)
#EB#week12#FD#cookpadgujarati માલપૂઆ એ તહેવારો કે ખાસ પ્રસંગે બનાવવામાં આવતી મિઠાઈ છે જે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગોલ અને ઓડીશા જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે. માલપૂઆ એક પેન કેક જેવી મીઠાઈ છે જેને તળીને બનાવવામાં આવે છે. લોટ, દૂધ અને ખાંડ થી બનતી આ મીઠાઈ માં ઘણી વખત કેળા, નાળિયેર અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરવામાં આવે છે. ઈલાયચી અને વરિયાળી ઉમેરવાથી માલપુવા ને એક સરસ ફ્લેવર મળે છે. Daxa Parmar -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12મિઠાઈવાળાની દુકાનમાં મળે તેવા બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ માલપુઆ મેં ઘઉંનો લોટ ,સોજી અને દૂધના મિશ્રણ થી બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યાં છે. Ankita Tank Parmar -
-
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#ff3#Festival Special Recipe#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB માલપુઆ એ આપની પારંપરિક રેસીપી છે વરસાદ ની ઋતુ માં ગરમ ગરમ માલપુઆ બનાવી એ છીએ અને એમ પણ કહેવાય છે કે કાળી રોટી અને ધોલી દાળ એટલે કે માલપુઆ અને દૂધપાક. Mittal V Joshi -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB Week 12 હોળી સ્પેશ્યલ ગોળ અને ઘઉં ના લોટ માંથી બનાવેલા ગુજરાતી ઓના માલપુવા Bina Talati -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#week12આ એક પારંપરિક મીઠાઈ છે જે રબડી કે દુધ પાક સાથે ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
માલપુઆ (Malpua recipe in Gujarati)
#EB#week12#FD#cookpadindia#cookpad_gujમાલપુઆ એ ભારત નું તહેવાર માટે નું ખાસ પારંપરિક અને સ્વાદિષ્ટ વ્યંજન છે. ભારત સિવાય બાંગ્લાદેશ અને નેપાળ માં પણ પ્રચલિત છે. ભારત માં હોળી, દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો માં ખાસ બને છે. માલપુઆ ભારત ના ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ માં વધુ પ્રચલિત છે. જો કે દરેક રાજ્ય માં બનાવાની વિધિ અને ઘટકો માં થોડા ફેરફાર હોય છે. અમાલુ ના નામ થી પ્રચલિત માલપુઆ, પુરી માં ભગવાન જગન્નાથ ના છપ્પન ભોગ નું એક વ્યંજન છે.માલપુઆ સામાન્ય રીતે ચાસણી અથવા રબડી સાથે પીરસાય છે.આજ ની રેસિપિ હું મારી ખાસ સહેલી વીરા ને સમર્પિત કરું છું. મારા થી ઉંમર માં નાની એવી વીરા મારી દીકરી અને સહેલી બંને માં અવ્વલ છે. માલપુઆ જેવી મીઠડી એવી વીરા ને માટે ખાસ માલપુઆ. Happy Friendship Day😍 Deepa Rupani -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12#CookpadIndia#Cookpadgujarati#malpua માલપુઆ એ વિસરાતી જતી સ્વીટસ છે પહેલાં ના લોકો આ સ્વીટ ઘણા વાર તહેવાર માં બનાવતા હતા. પણ હવે આજે ઘણા ઓછા લોકો આ સ્વીટ બનાવતા હશે. અમારા ઘરે મારી મમ્મી અમને આ માલપુઆ ગૌરી વૅત નિમિત્તે ખાસ બનાવતી અને અમે હોશે હોશે ખાતા. તો આ વર્ષે મે પણ મારી દિકરી માટે ગૌરી વૅત માં બનાવ્યા હતા. અને બીજા દિવસે આપણા ઈબુક નું નવું વીકના લીસ્ટ માં માલપુઆ હતા. તો પછી વાર શું હતી બધુ રેડી જ હતું ખાલી ફોટા લઈ રેસીપી લખવાની તો બનાવી દીધા માલપુઆ અને એ જ રેસીપી શેર કરું છું. Vandana Darji -
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
રબડી માલપુઆ (Rabdi Malpua Recipe in Gujarati)
#india2020#વેસ્ટ#રાજસ્થાનમાલપુઆ ફક્ત બે જ સામગ્રી લઇ બનાવી શકાય છે અને રબડી પણ ઓછી સામગ્રી ઉમેરી બનાવી શકાય છે.પણ જ્યારે આ બે વાનગી બનાવી સાથે સર્વ કરી એક સરસ ગરમ અને ઠંડી વાનગીઓનો સંગમ એટલે #રબડી_માલપુઆ.મેં પ્રથમ વખત જ પ્રયત્ન કર્યો છે અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે.આ વાનગી પણ ભારતની પારંપરિક મીઠાઈ છે. Urmi Desai -
બનાના માલપુઆ (Banana Malpua Recipe In Gujarati)
#EB#WEEK12માલપુઆ જગન્નાથ મંદિર ઓરિસ્સામાં ભગવાન જગન્નાથને સવારે પ્રસાદ ધરાવવામાં આવે છે. માલપુઆ દિવાળીમાં લોકો બનાવે છે, અને બધાને ખૂબ જ ભાવે છે. મારા ઘરમાં પણ બધાને માલપુઆ ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
માલપુઆ
#EB#Week12#Cookpad India#Cookpadgujarati#sweets માલપુઆ એ આપણી એક ટ્રેડિશનલ વાનગી છે.હું ગુરુપૂર્ણિમા ના દિવસે અને કાળી ચૌદસ ના દિવસે તો ખાસ બનાવતી હોઉં છું.તે ઘઉં નો લોટ,મેંદો,માવો એમ અલગ અલગ રીતે બનતા હોય છે.તે એકલા પણ ખવાય અને રબડી સાથે પણ ખવાય છે.હું તેમાં દહીં ઉમેરુ છે તેનાથી માલપુઆ માં જાળી સરસ પડે છે. Alpa Pandya -
-
માલપુઆ=(malpuva in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુકમારા ઘરે બધા ને સ્વીટ બોજ ભાવે આ વાનગી મારા મમ્મી બનાવે છે અને હું એમની પાસે થી સિખી છું. માલપુઆ દૂધપાક સાથે પણ ખૂબ સરસ લાગે છે. Aneri H.Desai -
પુડલા(Pudla recipe in Gujarati)
જેમને માલપુઆ ભાવતા હોય એમને આ પુડલા ભાવસે જ. એનો ટેસ્ટ એવોજ છે પણ બનાવવાનું માલપુઆ કરતા પણ સહેલું છે.#GA4#week15 Kinjal Shah -
મીની માલપુઆ (Mini Malpua Recipe In Gujarati)
આ હેલ્ધી માલપુઆ છે જે શકકરીયા માં થી બનાવ્યા છે. શકકરીયા માં ફાયબર ભરપુર હોય છે અને Diebetic friendly છે. Diebetic લોકો માટે sugar free / ઓર્ગેનિક ગોળ વાપરી શકાય છે.આ માલપુઆ મોઠા માં ઓગળી જાય એટલા સોફ્ટ બને છે.હેલ્થી મીની માલપુઆ ઈન ઉત્તપમ પેન#EB#Week12 Bina Samir Telivala -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીહાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીઆજે મે ભગવાન ક્રિષ્ન ના પારણાં નીમીતે માલપુઆ બનાવ્યા છે Varsha Patel
More Recipes
ટિપ્પણીઓ (6)