આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#FRIENDSHIP DAY SPECIAL
#FRIENDSHIP DAY CHALLENGE

આલુ પરોઠા (Alu Paratha recipe in Gujarati)

#FRIENDSHIP DAY SPECIAL
#FRIENDSHIP DAY CHALLENGE

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. ૩ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  3. ૨ ચમચીખાંડ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. ચપટીમરી તજ અને લવિંગનો ભૂકો
  10. 4 ચમચીબટર
  11. પરોઠા બનાવવા માટે
  12. 2 કપઘઉંનો લોટ
  13. 2 ચમચીતેલ
  14. સ્વાદ મુજબ મીઠું
  15. ગળી ચટણી
  16. તીખી ચટણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    બટાકાને બાફીને ઠંડા કરો.પછી તેને મોટા બાઉલમાં છીણી લો. તેમાં મીઠું, તજ, મરી અને લવિંગનો ભૂકો,લીંબુનો રસ, ગરમ મસાલો, હળદર,લાલ મરચું, ખાંડ, આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી બધું મિક્સ કરો.હવે મિશ્રણના ગોળા વાળી દો.

  2. 2

    ઘઉંના લોટમાં તેલ અને મીઠું નાખી પરોઠા જેવો લોટ બાંધો. ત્યારબાદ લુવાને ગોળ વણી તેમાં બટાકાનો માવો મૂકી ગોળ વાળી અટામણ લઈ હલકા હાથે પરોઠું વણી લો.

  3. 3

    ગેસ ચાલુ કરી તવો મૂકી પરોઠા ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. શેકાઈ જાય પછી તેને ડીશ માં મુકો. તેના ઉપર બટર લગાવી દો. એક પછી એક બધા જ પરોઠા આ રીતે તૈયાર કરી શેકી લેવા.

  4. 4

    તૈયાર છે આલુ પરોઠા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો. ગળી અને તીખી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes