અળવી ના પાન ના પાત્રા (Arvi Pan Patra Recipe In Gujarati)

Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi

#FD
#Ekta Rangam Modi
અળવીના પાન (પાત્રા) વરસાદ ની મોસમ તો બહુ જ મસ્ત લાગે ને સાથે.

અળવી ના પાન ના પાત્રા (Arvi Pan Patra Recipe In Gujarati)

#FD
#Ekta Rangam Modi
અળવીના પાન (પાત્રા) વરસાદ ની મોસમ તો બહુ જ મસ્ત લાગે ને સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રીસ મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ અળવીનાં પાન
  2. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  3. ૫૦ ગ્રામ આંબલી
  4. ૧૦૦ ગ્રામ ગોળ
  5. 2 ટેબલ સ્પૂનલાલ મરચું
  6. 1 ટેબલસ્પૂનહળદર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. સ્વાદમુજબ મીઠુ
  9. 1 નંગલીંબુ
  10. 2 નંગકાંદા
  11. ગાર્નિશિંગ માટે ઝીણી સમારેલી કોથમીર
  12. 2ચમચા તેલ
  13. 1 ચમચીરાઈ
  14. 8 (10 નંગ)મીઠા લીમડાના પાન
  15. થોડાલીલા મરચાંના ચીરીયા

રાંધવાની સૂચનાઓ

ત્રીસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાંદડાં ની નસો કાપીને મીઠાના પાણીમાં બોળી દેવાં.

  2. 2

    એક તપેલીમાં ગોળ અને આમલીને ગરમ પાણી મા પલાળીને રાખવા.

  3. 3

    ત્યારબાદ એક તપેલીમાં ચણાનો લોટ લઇ તેમા બધા મસાલા કરી ગોળ આંબલીનું પાણી ગાળી ને એડ કરીને તેનું ખીરું બનાવવું.

  4. 4

    એક એક પાન લઇ તેના ઉપર ખીરું લગાવો.બે ત્રણ પાન લેયર કરીને તેનો વાટો બનાવીને વરાળથી બાફવા મૂકો.

  5. 5

    પંદર મિનિટ થઈ જાય એટલે વરાડીયા માંથી બહાર કાઢી તેના કાપા પાડી લેવા.

  6. 6

    એક પેનમાં તેલ મૂકી ને તેમાં રાઈ મીઠો લીમડો ચીરીયા કરેલા મરચા નાખીને તેમાં પાત્રા નાખી ને ધીમા તાપે થોડીવાર માટે મુકવા.

  7. 7

    સર્વિંગ પ્લેટ લઈને તેમાં પાત્રા મૂકીલીલા ધાણાથી ગાર્નિશિંગ કરવું,થોડી ડુંગળી મૂકવી થોડા લીલા મરચાં મૂકવા. એક લીંબુની ચીરી મુકવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Pancholi
Daxa Pancholi @daxapancholi
પર

Similar Recipes