પ્રોસેસ્ડ ચીઝ (Processed Cheese Recipe In Gujarati)

Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minute
  1. 2 લિટરગાય નું દૂધ
  2. વિનેગર જરૂર મુજબ
  3. 1 મોટી ચમચીપાણી
  4. 1 નાની ચમચીલીંબુ ના ફૂલ
  5. 1 નાની ચમચીબેકિંગ સોડા
  6. 80મીલી દૂધ
  7. 1/4 કપબટર
  8. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 minute
  1. 1

    સૌ પેહલા દૂધ ને નવસેકુ ગરમ કરી ને એમાં વિનેગર નાખી એનું પનીર બનાવી ને હળવા હાથે દબાવી પાણી નિતારી લો.

  2. 2

    હવે 1 વાટકી માં પાણી માં લીંબુ ના ફૂલ નાખી ઓગાળી ને એમાં બેકિંગ સોડા નાખી પાણી ટ્રાન્સપરંટ થાય ત્યાં સુધી હલાવ્યા કરો.

  3. 3

    મિક્સર જાર માં પનીર, દૂધ, લીંબુ ના ફૂલ નુ મિશ્રણ, બટર, મીઠું નાખી 4-5 વાર રોકી રોકી ને પીસી લો. પછી એકધારુ મિક્સર ચલાવી સ્મૂથ પેસ્ટ બનાવી લો.

  4. 4

    હવે ડબલ બોઇલર માટે પાણી ગરમ કરી કાચ ના બાઉલ માં મિશ્રણ લઇ લો-મિડિયમ ગેસ par 12-15 મિનીટ ગરમ કરતા સતત હલાવતા રહો.

  5. 5

    1 પ્લાસ્ટીક ના ડબ્બા ને બટર થી ગ્રીસ કરી ગરમ થયેલું મિશ્રણ એમાં સેટ કરી પ્લાસ્ટીક થી કવર કરી 4-5 કલાક ફ્રીઝ માં સેટ કરી લો. તૈયાર છે ચીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twisha Mankad
Twisha Mankad @twisha_mankad23
પર

ટિપ્પણીઓ

Similar Recipes