ન્યુટેલા મલાઈ ચોપ (Nutella Malai Chop Recipe In Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ


#ATW2
#TheChefStory
#sweetrecipe
બંગાળી ભોજન માં શાકાહારી અને બિન શાકાહારી ભોજન ની ઘણી વિશેષતા છે. બંગાળી મીઠાઈઓ ની ચાહના તો બંગાળ બહાર પણ એટલી જ વિસ્તરી છે. બંગાળી મીઠાઈઓ માં છેના (પનીર) નો ઉપયોગ ઘણો થાય છે. રસગુલ્લા સિવાય ચમચમ, સંદેશ, મીષ્ટિ દોઇ, ખીર કદમ, કાચા ગુલ્લા, પાયેશ પણ એટલી જ પ્રચલિત છે. મલાઈ ચોપ પણ એક બંગાળી મીઠાઈ છે જેમાં માવા તથા મલાઈ નું સ્ટફિંગ હોય છે. આ સ્વાદિષ્ટ અને રસીલી મીઠાઈ માં મેં થોડો ટ્વિસ્ટ આપી મીઠાઈ બનાવી છે. મેં માવા સાથે ન્યુટેલા અને અખરોટ નું સ્ટફિંગ વાપર્યું છે.

ન્યુટેલા મલાઈ ચોપ (Nutella Malai Chop Recipe In Gujarati)


#ATW2
#TheChefStory
#sweetrecipe
બંગાળી ભોજન માં શાકાહારી અને બિન શાકાહારી ભોજન ની ઘણી વિશેષતા છે. બંગાળી મીઠાઈઓ ની ચાહના તો બંગાળ બહાર પણ એટલી જ વિસ્તરી છે. બંગાળી મીઠાઈઓ માં છેના (પનીર) નો ઉપયોગ ઘણો થાય છે. રસગુલ્લા સિવાય ચમચમ, સંદેશ, મીષ્ટિ દોઇ, ખીર કદમ, કાચા ગુલ્લા, પાયેશ પણ એટલી જ પ્રચલિત છે. મલાઈ ચોપ પણ એક બંગાળી મીઠાઈ છે જેમાં માવા તથા મલાઈ નું સ્ટફિંગ હોય છે. આ સ્વાદિષ્ટ અને રસીલી મીઠાઈ માં મેં થોડો ટ્વિસ્ટ આપી મીઠાઈ બનાવી છે. મેં માવા સાથે ન્યુટેલા અને અખરોટ નું સ્ટફિંગ વાપર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક10 મીનીટ
10 નંગ
  1. 1લીટર ગાય નું દૂધ/ ફૂલ ક્રિમ દૂધ
  2. 2ચમચા લીંબુ નો રસ/ વિનેગર
  3. 1ચમચો મેંદો(ફરાળ માટે આરાલોટ વાપરવો)
  4. 1 કપમાવો
  5. 1/2 કપન્યુટેલા (અથવા કોઈ પણ ચોકલેટ સ્પ્રેડ)
  6. 1/4 કપઝીણા સુધારેલા અખરોટ
  7. ચાસણી માટે:
  8. 2 કપખાંડ
  9. 5 કપપાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક10 મીનીટ
  1. 1

    એક જાડા તળિયા ના વાસણ માં દૂધ ગરમ મુકો અને ઉભરો આવે એટલે આંચ બંધ કરો. ત્યારબાદ ધીમે ધીમે લીંબુ નો રસ નાખતા જાઓ અને હલાવતા રહો. દૂધ સારી રીતે ફાટી જાય અને પનીર જળ છૂટું પડે ત્યાં સુધી હલાવો.

  2. 2

    હવે ચારણી માં મલમલ નું કપડું રાખી તેમાં આ મિશ્રણ નાખો જેથી પનીર અને પનીર જળ અલગ થઈ જાય. આ પનીર ને કપડાં સાથે નળ નીચે પાણી થી ધોઈ લો અને થોડું દબાવી પાણી કાઢી લો અને પછી થોડી વાર ઉપર વજન મૂકી દો જેથી બધું પાણી નીકળી જાય.

  3. 3

    મલાઈ ચોપ માટે છેનો બહુ સૂકો નહીં અને બહુ પાણી વાળો પણ નહીં એવો જોઇશે માટે એ પ્રમાણે નિતરવા દેવો. પછી એક મોટી પ્લેટ કે પરાત માં છનો કાઢી લો અને તેમાં મેંદો ઉમેરી ને નરમ થાય ત્યાં સુધી મસળો. હાથ માં થોડી ચીકાશ લાગે ત્યાં સુધી જ મસળવું. પછી તેમાં થી થોડો છેનો લઈ ને મસળી ને, લીસો અને ચપટો, ગોળ અથવા ચોરસ આકાર આપો.

  4. 4

    હવે ખાંડ માં પાણી નાખી આંચ ચાલુ કરો અને ખાંડ ઓગળે ત્યાં સુધી ચમચા થી હલાવતા રહેવું. ઉકળવા નું ચાલુ થાય એટલે સાચવી ને તૈયાર કરેલા ચોપ્સ તેમાં નાખો. ઢાંકણ ઢાંકી ને 5-8 મિનિટ ચડવા દો. ધ્યાન રહે કે ચોપ્સ ચડી ને સાઈઝ માં બમણા થશે તેથી વાસણ પહોળું અને મોટું લેવું અને બહુ બધા ચોપ્સ સાથે ના નાખવા. 5-8-મિનિટ પછી ઢાંકણ ખોલી ને સાચવી ને બધા ચોપ્સ ને પલટાવી દો અને ફરી ઢાંકણ ઢાંકી 15 મિનિટ ચડવા દો. પછી ખોલી ને ચેક કરવું. સરખા ફૂલી ને ચડી જાય એટલે આંચ બંધ કરી, ઠંડા થાય ત્યાં સુધી ઢાંકી ને રાખવા.

  5. 5

    એ ઠરે ત્યાં સુધી સ્ટફિંગ બનાવી લઈએ. માવા ને ખમણી લઈને એક વાસણ માં લો. તેમાં ન્યુટેલા અને અખરોટ ઉમેરી ને સારી રીતે ભેળવી લો. ન્યુટેલા માં મીઠાશ હોવાથી આપણે અલગ થી ખાંડ ઉમેરતા નથી.

  6. 6

    ચોપ્સ ઠંડા થાય એટલે તેને ચાસણી માંથી કાઢી થોડી વાર ચારણી માં રાખો જેથી વધારા ની ચાસણી નીતરી જાય. પછી વચ્ચે થી કાપો. અને તૈયાર કરેલું મિશ્રણ લગાવી ફરી બંધ કરી દો.

  7. 7

    ફ્રીઝ માં ઠંડા થવા રાખો. ઠંડા ઠંડા ન્યુટેલા મલાઈ ચોપ્સ નો આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes