વડાપાવ (Vadapav Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.

#MRC
#vadapav
#monsoonspecial
#recipechallenge
#વડાપાઉં
#batata
#streetfood
#cookpadgujrati
#cookpadindia

વડાપાવ (Vadapav Recipe In Gujarati)

મુંબઈ નગરીનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે વડાપાવ. વડાપાવનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવે. વડાપાવનો લસણવાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેકને ખૂબ જ પસંદ આવે. ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય, અને દિવસમાં આ ટેસ્ટી વડાપાવ ગમે ત્યારે ખાઈ શકાય. ખાસ કરીને ચોમાસામાં ગરમ ચા ની સાથે વડાપાવ મળે એટલે મોજે મોજ.

#MRC
#vadapav
#monsoonspecial
#recipechallenge
#વડાપાઉં
#batata
#streetfood
#cookpadgujrati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. વડાનાં સ્ટફિંગ માટે ♈
  2. ૬ નંગબટાકા
  3. ૩ ચમચીતેલ
  4. ૧/૨ ચમચીજીરું
  5. ૨ ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  6. ૬-૭ મીઠા લીમડાના પાન
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૪ ચમચીહીંગ
  9. ૧/૨ ચમચીગરમ મસાલો
  10. ૩ ચમચીસમારેલી કોથમીર
  11. ૧/૨લીંબુનો રસ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. વડાનાં બેટર માટે ♈
  14. ૧.૫ કપ બેસન
  15. ૧/૪ ચમચીઅજમો
  16. ૧/૪ ચમચીહીંગ
  17. ૧/૨ ચમચીશેકેલું જીરું પાવડર
  18. ૧/૪ ચમચીબેકીંગ સોડા
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. પાણી જરૂર મુજબ
  21. લાલ સૂકી ચટણી માટે ♈
  22. https://cookpad.wasmer.app/in-gu/recipes/15294722
  23. લીલી ચટણી માટે ♈
  24. https://cookpad.wasmer.app/in-gu/recipes/14940656
  25. તળવા માટે ♈
  26. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ધોઈ, બાફી તેની છાલ કાઢીને સ્મેશ કરી લો. હવે, મિકસર જારમાં આદુ, મરચા અને લસણ વાટી લો.

  2. 2

    ત્યારબાદ, પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરો અને પછી તેમાં હીંગ, હળદર, ગરમમસાલો, મીઠો લીમડો અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઊમેરી સાંતળી લો. અને છેલ્લે તેમાં સ્મેશ કરેલ બટાકા, કોથમીર અને લીંબુનો રસ ઉમેરી મિકસ કરી ગેસની ફ્લેમ બંધ કરી દો. આ મસાલો ઠંડો પડે પછી તેના ગોળા વાળી સહેજ પ્રેસ કરી લો.

  3. 3

    હવે, એક બાઉલમાં બેસન, અજમો, હીંગ, જીરું પાવડર, સોડા, મીઠુ અને જરૂર મુજબ પાણી નાખી બેટર બનાવી લો.

  4. 4

    ત્યારબાદ, તળવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે વારાફરથી બધા વડા બેટરમાં ડીપ કરી તળી લો અને છેલ્લે બેટરમાંથી નાની મમરી પાડી લો.

  5. 5

    હવે, પાવમાં કાપા પાડી તેમાં એકબાજુ વડાપાવની સૂકી ચટણી અને બીજી બાજુ લીલી ચટણી લગાવી લો. પછી તૈયાર કરેલ વડા, તળેલું મરચું અને બેસનની મમરી મૂકી સર્વ કરો.

  6. 6

    તો વડાપાવ તૈયાર છે. ગરમાં ગરમ ચા સાથે તેની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (30)

Similar Recipes