ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#EB
#WEEK13
#MRC
પીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ.

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

#EB
#WEEK13
#MRC
પીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ લોકો
  1. ભાખરી બનાવવા માટે
  2. ૧+૧/૨ કપ ઘઉંનો લોટ
  3. 1 ટેબલ સ્પૂનઅજમો
  4. 3 ટેબલ સ્પૂનતેલ
  5. 1/2 કપ દહીં
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. પીઝાના ટોપિંગ માટે
  8. 1ચતુર્થાંશ કપ કેપ્સિકમ સમારેલા
  9. કપમકાઈના દાણા
  10. કપસમારેલા ટામેટા
  11. કપસમારેલી ડુંગળી
  12. કપગાજર સમારેલા
  13. 3 ટેબલ સ્પૂનપીઝા સોસ ojas
  14. ૩ ચમચીટોમેટો સોસ
  15. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  16. 1 ટેબલ સ્પૂનમિક્સ હર્બ્સ
  17. 1 ટેબલ સ્પૂનઓરેગાનો
  18. 3ક્યુબ ચીઝ
  19. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરી બનાવવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અને તેલ ઉમેરી દહીં નાખી બરાબર મિક્સ કરો થોડું થોડું પાણી નાખી કઠણ લોટ બાંધી લો. ૧૫-૨૦ મિનિટ ઢાંકીને રાખો

  2. 2

    હવે લોટમાંથી લુઆ કરી જોઈતી સાઈઝ ની ભાખરી વણી કાંટાની મદદથી ફોક કરી લો અને ભાખરી ને બંને બાજુ લાઈટ ગુલાબી રંગની થાય ત્યાં સુધી તાવડીમાં શેકી લો.

  3. 3

    હવે કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં બધા સમારેલા શાક નાખી હલાવી લો મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લો ત્રણ મિનિટ પછી મિક્સ હર્બ્સ,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પીઝા સોસ નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ પછી ગેસ બંધ કરી લો

  4. 4

    હવે તવા પર ભાખરી મૂકી ઉપર પીઝા સોસ લગાવી બનાવેલ ટોપિંગ પાથરી તેના ઉપર ચીઝ છીણીને મૂકી ઢાંકી દો.લો ટુ મીડીયમ ફ્લેમ પર ત્રણ મિનિટ રાખી ઉતારી ગરમ ગરમ પીઝા સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes