ભાખરી પીઝા

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

#EB

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકો ઘઉં નો જાડો લોટ
  2. ૪ ચમચીતેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ટામેટું
  5. કેપ્સિકમ
  6. ડુંગળી
  7. પીઝા સોસ
  8. ક્યૂબ ચીઝ
  9. ટોમેટો સોસ
  10. ૧ ચમચીઓરેગાનો
  11. ૧ ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટ માં મીઠું તથા તેલ નું મોઅન નાખી કઠણ લોટ બાંધો.

  2. 2

    બધા શાક ને લાંબી ચિરી માં સમારી લો.

  3. 3

    તવી ગરમ કરવા મૂકો. લોટ માંથી લુવો લઈ એક મિડીયમ ભાખરી વણો. તેને ધીમા તાપે કડક સેકો.

  4. 4

    બને બાજુ શેકાઈ જાય એટલે તવી પર થી ઉતારી લો. હવે એક બાજુ ટોમેટો સોસ તથા પીઝા સોસ લગાવો. તેના પર ટામેટા,ડુંગળી,કેપ્સિકમ ની ચીરી ગોઠવો. તેના પર ચીઝ ખમની ને પાથરો.

  5. 5

    હવે તવા ને ગરમ કરી ભાખરી પીઝા તેના પર મૂકો. ચીઝી મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકી ને ગરમ થવા દો. ચીઝ મેલ્ટ થાય એટલે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટો. પીસ કરી ને ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes