ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#EB
#week14
#cookpadgujarati

રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે.

ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe in Gujarati)

#EB
#week14
#cookpadgujarati

રવા હાંડવો એક ઇન્સ્ટન્ટ રેસીપી છે જે બનાવવા માટે આપણે આથો લાવવો નથી પડતો. અચાનક કોઇ મહેમાન આવી જાય કે સાંજના ફટાફટ નાસ્તા માટે કંઈ બનાવવું હોય તો આ વાનગી ઘણી સરળ પડે છે. હાંડવામાં વેજિટેબલ્સ ઉમેરીને એકદમ હેલ્થી અને સ્વાદિષ્ટ વેજ રવા હાંડવો બનાવ્યો છે. જેને લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. આ હાંડવો ગરમ ગરમ ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ હાંડવો પેન માં એકદમ ક્રિસ્પી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 2કપ રવો
  2. 2 tbspબેસન
  3. 1કપ ખાટું દહીં
  4. 2કપ પાણી
  5. 1નંગ મીડિયમ સાઇઝ કેપ્સિકમ જીણું સમારેલું
  6. 1નંગ મીડિયમ સાઇઝ ગાજર ખમણેલું
  7. 1કપ બાફેલા મકાઈના ના દાણા
  8. 1નંગ મીડિયમ સાઇઝ ડુંગળી જીની સમારેલી
  9. 3-4 tbspલીલી કોથમીર ના પાન
  10. 1 tbspઆદુ + લીલા મરચાં + લસણ ની પેસ્ટ
  11. 1/2 tspહળદર પાવડર
  12. 1 tspગરમ મસાલો
  13. 1 tspલાલ મરચું પાવડર
  14. 1 tspધાણા જીરું પાઉડર
  15. નમક સ્વાદ અનુસાર
  16. 1નાનું પેકેટ ઇનો ફ્રુટ સોલ્ટ + 1 tsp પાણી
  17. 🎯 વઘાર ના ઘટકો :--
  18. 1 tbspતેલ
  19. 1 tspરાઈ
  20. 1 tspજીરું
  21. 1 tbspસફેદ તલ
  22. 1/4 tspહિંગ
  23. 6-7નંગ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણમાં રવો ઉમેરી તેમાં ખાટું દહીં અને બેસન ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી બેટર બનાવી લો. હવે આ બેટર ને 10 મિનિટ માટે ઢાંકી ને સાઈડ પર રાખી દો.

  2. 2

    ત્યાર બાદ આમાં જીણું સમારેલું કેપ્સીકમ, છીણેલું ગાજર, મકાઈ ના દાણા, જીની સમારેલી ડુંગળી, લીલી કોથમીર ના પાન અને આદુ - લીલા મરચાં - લસણ ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે આમાં હળદર પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાઉડર અને નમક ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણ માંથી જેટલો હાંડવો બનાવવો હોય એટલો ભાગ બીજા બાઉલ મા કાઢી તેમાં ઇનો ફ્રુટ સોલ્ટ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. (બધા જ બેટર માં ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરવાનો નથી જેટલો હાંડવો બનાવવો હોય એટલા માં જ ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરો)

  4. 4

    હવે હાંડવા નો વઘાર કરીશું. એની માટે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું ઉમેરી કકડે એટલે સફેદ તલ, હિંગ અને મીઠા લીમડા ના પાન ઉમેરી સોટે કરી તેમાં હાંડવા નું બેટર્ ફેલાવી ઢાંકણ ઢાંકી ને ગેસની સ્લો આંચ પર 6 થી 7 મિનિટ એક સાઈડ કૂક કરી બીજી બાજુ પલટાવી ફરી એ જ રીતે વઘાર કરી તેમાં હાંડવા ની બીજી સાઈડ પણ સ્લો ગેસ પર કૂક કરી લો.

  5. 5

    હવે આપણો એકદમ ક્રિસ્પી ને સ્વાદિષ્ટ એવો ઝટપટ બની જતો ઇન્સ્ટન્ટ રવા નો હાંડવો તૈયાર છે સર્વ કરવા માટે. આ હાંડવાની ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes