ખીરાનંદ (Kheeranand Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

ખીર તો સમગ્ર ભારતમાં પ્રિય વાનગી છે. અલગ અલગ પ્રદેશ માં ખીર બનાવવાની રીત પણ અનોખી છે. ઓરિસ્સા અને બિહારમાં આ રીતે ખીર બનાવવામાં આવે છે. દુધમાં જ ચોખા ચડે તે ખીરનો સ્વાદ જ અનેરો હોય છે. ભગવાન જગન્નાથને પણ આ ખીરાનંદનો ભોગ ધરાવવામાં આવે છે.

ખીરાનંદ (Kheeranand Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

ખીર તો સમગ્ર ભારતમાં પ્રિય વાનગી છે. અલગ અલગ પ્રદેશ માં ખીર બનાવવાની રીત પણ અનોખી છે. ઓરિસ્સા અને બિહારમાં આ રીતે ખીર બનાવવામાં આવે છે. દુધમાં જ ચોખા ચડે તે ખીરનો સ્વાદ જ અનેરો હોય છે. ભગવાન જગન્નાથને પણ આ ખીરાનંદનો ભોગ ધરાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૨ લિટર દુ ધ
  2. ૨૫૦ ગ્રામ બાસમતી ચોખા
  3. ૨૫૦ ગ્રામ ગાંગડા સાકર
  4. ૫૦ ગ્રામ કાજુ
  5. ૫૦ ગ્રામ બદામ
  6. ૧૫ -૨૦ કિશમીશ
  7. ૧૨-૧૫ કેસરના તાંતણા
  8. ૬/૮ -ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને એક કલાક પલાળી રાખવા.

  2. 2

    ત્યારબાદ એક લીટર દુધને જાડા તળિયાની તપેલીમાં ગરમ કરવું અને તેમાં કેસર નાખવું ત્યાર બાદ તેમાં ચોખા નાખીને ધીમા તાપે ચડવા દેવાં. જરુર લાગે તો દુધ ઉમેરવું.

  3. 3
  4. 4

    ચોખા બરાબર ચડી જાય એટલે તેમાં એક લીટર દુધ અને સાકર નાખીને ધીમા તાપે ઉકાળવું. આ ખીર થોડી લચકા જેવી રાખવી. જરુર લાગે તો થોડું દુધ ઉમેરવું. દસ મીનીટ પછી ગેસ બંધ કરી દેવો.

  5. 5

    હવે તેમાં ઈલાયચી, કાજુ, બદામ ઉમેરીને થોડું ઠંડું થવા દેવું. ત્યારબાદ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

ટિપ્પણીઓ (4)

Similar Recipes