ખીર (Kheer Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#mr
Post 5
ખીર એક પ્રકાર નું મિષ્ટાન છે. ખીર મુખ્યત્વે ચોખા, સાબુદાણા,સેવઈ વગેરે અલગ અલગ વસ્તુ થી બનાવાય છે. ખીર ભારત સિવાય પાકિસ્તાન, બંગલા દેશ, શ્રીલંકા, ભૂતાન અને નેપાળ માં પણ બનાવાય છે. પરંતુ બનાવવાની રીત દરેક જગ્યાએ લગભગ સરખી જ હોય છે. ઉત્તર ભારત માં ખીર, દક્ષિણ ભારત માં પાયસમ અને પશ્ચિમ બંગાળ માં પાયેશ કહેવામાં આવે છે. ઉત્તર ભારત માં દૂધ, સાકર, ચોખા, ઇલાયચી અને મેવો નાખી ને બનાવાય છે જ્યારે દક્ષિણ માં સાકર ની જગ્યા એ ગોળ વપરાય છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
8 સર્વિંગ
  1. 1 લીટર દૂધ
  2. 1/4 કપબાસમતી ચોખા દસ મિનિટ પલાળેલા
  3. 100 ગ્રામસાકર
  4. 1/2 નાની ચમચીઇલાયચી પાઉડર
  5. 8-10બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો.

  2. 2

    દૂધ ઉકળે એટલે ચોખા ઉમેરો. પંદર વીસ મિનિટ પછી ચોખા ચઢવા આવે, એટલે દૂધ માં મધાની ફેરવી લો જેથી દૂધ માં ચોખા બરાબર મિક્સ થઈ જાય.

  3. 3

    હવે સાકર ઉમેરી ખીર જાડી થાય ત્યાં સુધી ઉકાળો. હવે ઇલાયચી અને બદામ નાખી ગેસ બંધ કરો. ખીર ઠંડી ખાવી હોય તો ફ્રીઝ માં મૂકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ (26)

Similar Recipes