મોરૈયા ની ઈડલી (Moraiya Idli Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
3 person
  1. ઈડલી માટે
  2. 1 કપમોરૈયો
  3. 2 ટેબલ સ્પૂનસાબુદાણા
  4. 1/2 કપખાટું દહીં
  5. 1 કપપાણી પલાળવા માટે
  6. 1 ટી સ્પૂનઈનો
  7. 1 ટીસ્પૂનલીંબુનો રસ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ચટણી માટે
  10. 1 કપસમારેલી કોથમીર
  11. 1/4 કપફુદીનો
  12. 2લીલા મરચા
  13. 1 ટેબલ સ્પૂનશીંગદાણા
  14. 1/2 ટેબલ સ્પૂનતેલ
  15. 1/2 ટી સ્પૂનસંચળ પાઉડર
  16. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  17. 2બરફના ક્યુબ
  18. 1/2 નંગલીંબુ નો રસ
  19. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌ પ્રથમ મોરૈયા અને સાબુદાણા ને બે થી ત્રણ વાર ધોઈ લેવા. પછી તેમાં એક કપ પાણી નાખી 5-6 કલાક માટે પલાડવા રાખી મુકો.

  2. 2

    પછી તેમાંથી પાણી નિતારી મિક્સર ના જાર માં લઈ સાથે દહીં ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. પછી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં ઈનો અને તેની ઉપર લીંબુ નો રસ નાખી એક ડાયરેક્શનમાં મિક્સ કરી લેવું.

  3. 3

    હવે કુકરમાં પાણી ગરમ કરવું. ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી પછી ખીરુ ભરી ઉપર મરી પાઉડર ભભરાવી કુકરમા સ્ટેન્ડ મૂકી 10-12 મિનિટ માટે ઈડલી ને સીજવા દેવી.

  4. 4

    ચટણી માટે મિક્સર જારમાં કોથમીર, ફૂદીનો, શીંગદાણા, મરચા, સંચળ પાઉડર, મીઠું,મરી પાઉડર,તેલ, લીંબુનો રસ અને બરફના ક્યુબ ઉમેરી ચટણી બનાવી લેવી.

  5. 5

    ઈડલી થઈ જાય પછી તેને સ્ટેન્ડ માંથી કાઢી સર્વિંગ પ્લેટમાં લઈ લેવી. અહીં ઈડલી ને મેં લીલી ચટણી અને કેરીના રસ સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes