બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#ff3
#Cookpadindia
#Cookpadgujrati
#શ્રાવણ
#childhood
મીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબેસન
  2. 750 ગ્રામખાંડ
  3. 1 વાડકીકાજુ,બદામ,દ્રાક્ષ અને પિસ્તા ના ઝીણાં ટુકડા
  4. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. 1/4 ટી સ્પૂનઓરેન્જ ફૂડ કલર
  6. તેલ અથવા ઘી તળવા માટે
  7. 100 ગ્રામઘી
  8. પાણી જરૂર મુજબ
  9. 1/4 ટી સ્પૂનબેંકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા એક કડાઈ માં ખાંડ લો અને ખડન્ડ ડૂબે એનાથી થોડું વધુ પાણી ઉમેરી લો,સાથે સાથે ઓરેન્જ ફૂડ કલર પણ ઉમેરી દો.મીદિયમ ગેસ પર ધીમે ધીમે ચાસણી તૈયાર કરી લો.ચાસણી ત્રણ તાર ની રાખવી.

  2. 2

    હવે એક બાઉલ માં બેસન લો.તેમાં પાણી ઉમેરી થોડું ઘટ્ટ ખીરું તૈયાર કરો હવે તેમાં સોડા ઉમેરો અને થોડું પાણી ઉમેરી મિક્સ કરી લો.ખીરું એવું રાખવાનું છે કે જે આરામ થી ચારણી માંથી પડી શકે.હવે એક kadai માં તેલ અથવા ઘી ગરમ મૂકો.ગેસ ની ફ્લેમ midium રાખો અને ચારણી ની મદદ થી તૈયાર ખીરા માંથી બુંદી પાડી લો.બુંદી ને કડક થાય એટલે કાઢી ને સીધી જ તૈયાર ચાસણી માં ઉમેરી દો.આવી રીતે બધી જ બુંદી તૈયાર કરી લો.

  3. 3

    તૈયાર છે આપણી બુંદી.બુંદી થોડી ઠંડી પડે એટલે તેમાં ઇલાયચી પાઉડર,ઝીણાં સમારેલા ડ્રાય ફ્રુટ અને સૂકી દ્રાક્ષ ઉમેરી ઉપર થી ઘી ઉમેરી મિક્સ કરી લો.અને તેના લાડુ વાળી લો.તૈયાર છે બુંદી ના લાડુ.મીઠા મીઠા લાડુ......

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes