છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#Disha

મેં @Disha_11 સાથે zoom live માં જોડાવા અને સરસ રેસિપી શીખવા માટે તેમની રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે છોલે ભટુરે બનાવ્યા છે😍...બહુ જ સરસ બન્યા છે....dear Disha આટલી સરસ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર🤗

છોલે ભટુરે(Chhole Bhature recipe in Gujarati)

#Disha

મેં @Disha_11 સાથે zoom live માં જોડાવા અને સરસ રેસિપી શીખવા માટે તેમની રેસીપી અનુસરીને થોડા ફેરફાર સાથે છોલે ભટુરે બનાવ્યા છે😍...બહુ જ સરસ બન્યા છે....dear Disha આટલી સરસ રેસિપી શેર કરવા બદલ તમારો આભાર🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. ➡️છોલે બનાવવા માટે,
  2. 1 કપછોલે ચણા
  3. 3મિડિયમ સાઇઝની ડુંગળી
  4. 3મિડિયમ ટામેટાં
  5. 2 ટેબલ સ્પૂનઆદું લસણ મરચાં ની પેસ્ટ
  6. ટુકડોતજનો
  7. 1તમાલપત્ર
  8. 2-3લવિંગ
  9. 1મોટી ઇલાયચી
  10. 1બાદિયાનો ટુકડો
  11. 1 ટીસ્પૂનજીરુ
  12. ચપટીહીંગ
  13. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  14. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  15. 1 ટેબલ સ્પૂનછોલે મસાલો
  16. 1/2 ટીસ્પૂનહળદર
  17. 1/2 ટીસ્પૂનસંચળ પાઉડર
  18. 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  19. મીઠું સ્વાદ પ્રમાણે
  20. 2 ટેબલ સ્પૂનતેલ
  21. 2 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  22. 2 ચમચીસમારેલી કોથમીર
  23. 1 ટીસ્પૂનકસુરી મેથી
  24. ➡️ભટુરે બનાવવા માટે,
  25. 2 કપમેંદો
  26. 1/4 કપદહીં
  27. 1 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  28. 2 ટીસ્પૂનમીઠું
  29. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  30. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  31. 3 ટેબલ સ્પૂનતેલ
  32. પાણી જરૂર મુજબ
  33. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    છોલે બનાવવા માટે, છોલેના ચણાને ધોઇને ૬ કલાક માટે પલાળી લેવા. પછી તેને મીઠું નાખી સામાન્ય ગળી જાય તેવા બાફી લેવા. ડુંગળી અને ટામેટા ને ઝીણા સમારી લેવા કે પીસી લેવા.હવે એક કઢાઇમાં ૨ ટેબલ ચમચી તેલ ગરમ મૂકી તેમાં જીરુ, લવિંગ, તજ, તમાલપત્ર, મોટી ઇલાયચી, બાદિયા અને હીંગનો વઘાર કરવો.

  2. 2

    પછી વઘાર માં આદું લસણ મરચાં ની પેસ્ટ નાખી સાંતળવી. થોડું સંતળાય એટલે ક્રશ કરેલા ડુંગળી ટામેટા ઉમેરી સાંતળવા.બરાબર સંતળાય ને તેલ છૂટું પડે એટલે બધા સૂકા મસાલા (લાલ મરચું,હળદર,ધાણા જીરુ,છોલે મસાલો,ગરમ મસાલો,સંચળ પાઉડર,મીઠું) ઉમેરી મિક્સ કરી સાંતળવું.

  3. 3

    હવે થોડા પાણી સાથે બાફેલા છોલે ચણા નાખી હલાવી ૧૦ મિનિટ ઢાંકીને થવા દેવા. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. થઇ જાય એટલે ફ્રેશ ક્રીમ,કસ્તૂરી મેથી અને કોથમીર નાખી મિક્સ કરી લેવું. ૨ મિનિટ કુક થવા દેવું.છોલે તૈયાર છે.

  4. 4

    ➡️ભટુરે બનાવવા માટે, એક મોટાં બાઉલમાં મેંદો ચાળીને લેવો. તેમાં મીઠું, ખાંડ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, તેલ નાખી મસળીને મિક્સ કરવું. પછી તેમાં દહીં ઉમેરી ફરી બરાબર મિક્સ કરી લેવું.

  5. 5

    હવે જરુર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો સોફ્ટ લોટ બાંધવો. ઉપર 1 ચમચી જેટલું તેલ લગાવી ઢાંકીને દોઢ થી બે કલાક માટે લોટ રાખવો. દહીં સોડાથી લોટમાં ખમીર આવશે. તેના માટે રેસ્ટ આપવો જરુરી છે. તે પછી લોટમાંથી મોટા ભાખરીના હોય તેવા લૂઆ બનાવી પાતળી પૂરી જેટલી જાડાઇવાળા ભટુરા વણવા. બાજુમાં તેલ ગરમ મૂકી દેવું. વણીને તરત ગરમ તેલમાં ભટુરાને મૂકવું. એની જાતે જ એ ફૂલશે. ગેસ મિડિયમ તાપે રાખવો. પૂરું ફૂલી જાય પછી ઉલ્ટાવીને બીજી બાજુ તળી લેવી. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન તળાઇ જાય એટલે કાઢી લેવું.

  6. 6

    ગરમ ભટુરાને ગરમાગરમ છોલે, તળેલા મરચા, આચાર, ડુંગળી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes