થાઈ ગ્રીન નુડલ્સ (Thai Green Noodles Recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

થાઈ ફુડ સ્વાદ માં માઈલ્ડ અને ટેસ્ટી હોય છે. એમાં વપરાતા આખા મસાલા ખૂબ સરસ ટેસ્ટ આપે છે. મારું ફર્સ્ટ ઝૂમ લાઈવ Cooking હતું ત્યારે મે આ ડિશ બનાવી હતી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
4-5 persons
  1. થાઈ ગ્રીન કરી પેસ્ટ માટે
  2. 1 વાટકીકોથમીર
  3. 5-7કોથમીર ની ડાળી
  4. 1ડુંગળી
  5. 1મોટો ટૂકડો આદુ
  6. 3-4કળી લસણ
  7. 1 ચમચીસુકા ધાણા
  8. 1લીલું મરચું
  9. 5-7કાળા મરી
  10. 1 ચમચીજીરૂ
  11. થોડું લેમન ગ્રાસ (Dry or fresh)
  12. થોડું લીંબુ ની છાલ ખમણી ને
  13. મીઠું સ્વાદાનુસાર
  14. નુડલ્સ માટે
  15. 1 કપકોકોનટ મિલ્ક
  16. 1પેકેટ નુડલ્સ
  17. 100 ગ્રામટોફુ (સોયા મિલ્ક પનીર)
  18. 2-3 ચમચીતેલ
  19. 1ડુંગળી
  20. 4-5 ટુકડાબ્રોકોલી
  21. 5-6મશરૂમ
  22. 3-4બેબી કોર્ન
  23. 1ગાજર
  24. 5-7ફણસી
  25. 1 કપમિક્સ કેપ્સીકમ (લાલ લીલા પીળા)
  26. 2-3પત્તા બેઝિલ (ફ્રેશ or dry)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ગ્રીન કરી પેસ્ટ માટેની સામગ્રી લઇ મિક્સર માં પેસ્ટ બનાવી લો.

  2. 2

    બધા શાક લાંબા સમારી લેવા. નુડલ્સ ને બાફી ને ઠંડા કરી લેવા.

  3. 3

    પેન માં ઓઈલ મૂકી તેમાં ડુંગળી નાખી 2-4 સેકન્ડ પછી ફણસી ગાજર નાખી ને કુક કરવું. 3-4 મિનિટ પછી તેમાં બધા વેજીસ નાખી કુક કરો. ત્યાર બાદ પનીર નાખી ને મિક્સ કરો. હવે તેમાં લેમન ઝેસ્ટ અને થાઈ ગ્રીન કરી પેસ્ટ નાખી દો. 1-2 મિનિટ સુધી શેકવું

  4. 4

    હવે તેમાં કોકોનટ મિલ્ક નાખી દેવું. ત્યારબાદ નુડલ્સ નાખી મીઠું નાખી અને મિક્સ કરવું. ત્યારબાદ સહેજ મિલ્ક નો ભાગ બળી જાય એટલે નુડલ્સ તૈયાર

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (10)

દ્વારા લખાયેલ

Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes