સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#EB
#Week3
#MR

કાલાજામુન નામ પ્રમાણે જ ખૂબ જ ડાર્ક કલરના બનતા હોય છે ગુલાબજામુનથી થોડાક અલગ. બનાવવાની રીતમાં માવા-પનીરનો વધારે યુઝ થાય છે. અને મુખ્ય ફરક બન્નેની ચાસણીમાં હોય છે. ગુલાબજામુનની ચાસણી કાચી અડધા તારથી ઓછાની બને છે. અને જામુન પીરસાય ત્યાં સુધી ચાસણીમાં જ રખાય છે તો વધારે રસદાર હોય છે.

જ્યારે કાલાજામુન ની ચાસણી એક તારની પાકી બને છે. અને ચાસણી શોષાય તેટલો જ સમય જામુન ને ચાસણીમાં રાખી કાઢી લેવામાં આવે છે. તો કાલાજામુન થોડાક ડ્રાય પણ ખૂબ જ સ્વાદિષ્ટ માવેદાર હોય છે. ચાસણી માપસરની હોવાથી માવાનો વધારે સરસ ટેસ્ટ આવે છે. સાથે ઉપરનું પડ વધારે શેકાયેલું હોય છે તેનો પણ અલગ સ્વાદ ઉમેરાય છે.
મને પર્સનલી ગુલાબજામુન કરતા કાલાજામુન વધારે પસંદ છે. બસ ચાસણીનું થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બનાવવા બહુ જ આસાન છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
25-30 નંગ
  1. ➡️કાલાજામુન બનાવવા માટે,
  2. 200 ગ્રામમોળો તાજો દૂધનો માવો
  3. 500મિલી ફૂલ ક્રિમ દૂધ
  4. 2 ટેબલ સ્પૂનલીંબુનો રસ
  5. 1/3 કપમેંદો
  6. 1 ટેબલ સ્પૂનસોજી
  7. 1/4 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  8. 1 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  9. 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  10. તળવા માટે ઘી કે વાસ વગરનું તેલ
  11. 1/4 ટીસ્પૂનકેસરી કલર
  12. 10 નંગકાજુ
  13. 10 નંગબદામ
  14. 3-4 ટેબલ સ્પૂનકોપરાનું છીણ
  15. ➡️ચાસણી બનાવવા માટે,
  16. 750ગ્રામ(5 ચાના કપ) ખાંડ
  17. 400મિલી પાણી
  18. થોડુંકકેસર
  19. 1/4 ટીસ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચાસણી બનાવીશું. તે માટે એક કઢાઇમાં ખાંડ અને પાણી મિક્સ કરી ગરમ મૂકવું. બધી ખાંડ ઓગળીને ઊકળે તે પછી 4-5 મિનિટ ઉકાળવી. એક તારની ચાસણી બનાવવાની છે. થવા આવે ત્યારે તેમાં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરવો. તેને ગેસ પરથી ઉતારી બાજુમાં રાખવી.

  2. 2

    મેં અહીં દૂધમાંથી તાજુ પનીર બનાવી વાપર્યું છે. તે માટે દૂધને ગરમ મૂકી ઉભરો આવે એટલે ગેસ બંધ કરી 2-3 મિનિટ ઠંડું થવા દેવું. ગાળેલા લીંબુના રસમાં તેટલું બીજું પાણી ઉમેરી તેને 1-1 ચમચી દૂધમાં ઉમેરતા જઇ હલાવતા જવું. પનીર અને પાણી અલગ પડે ત્યાં સુધી કરવું. પછી તરત જ પનીરને કપડાં માં લઇ પાણી ગાળી લઇ 1-2 વાર ઠંડા પાણીથી ધોઇ લેવું. બને તેટલું પાણી કાઢી લેવું. એક પ્લેટમાં માવો અને પનીર મસળીને લેવું. 125-150 ગ્રામ જેટલું પનીર બનશે.

  3. 3

    કાજુ અને બદામને શેકીને ઝીણા ટુકડા માં સમારી લેવા.

  4. 4

    માવા-પનીરના મિશ્રણમાં મેંદો, સોજી, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર અને ઇલાયચી પાઉડર નાખી હાથથી મસળવું. કડક પડે તો બહુ જ થોડું દૂધ ઉમેરવું. ઢીલું પડે તો 1-1 ચમચી કરીને મેંદો ઉમેરવો.મારે આ માપથી પરફેક્ટ લોટ બંધાયો હતો. લોટના 4 ભાગ કરી એક ભાગ અલગ લેવો. દળેલી ખાંડ થી પડ સારી રીતે કડક અને ડાર્ક બનશે.

  5. 5

    કાઢેલા ચોથા ભાગમાં કેસરી કલર અને ચોપ ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરી લેવું.

  6. 6

    આ કેસરી ભાગમાંથી 25-30 નાના બોલ્સ બનાવવા. બાકીના લોટના તેટલા જ ભાગ કરી દરેક ભાગમાં કેસરી બોલ સ્ટફ્ડ કરી ગોળા બનાવવા.

  7. 7

    બધા ગોળા ને આ રીતે વાળી લેવા. હવે ઘી કે તેલ ગરમ મૂકવું. એકદમ ધીમા તાપે લગભગ કાળા થાય ત્યાં સુધી આ ગોળાને તળવા.

  8. 8

    જે ગોળા તળાય તેને કાઢીને 2-3 મિનિટમાં ચાસણીમાં ઉમેરતા જવું. બધા કાલાજામુન ચાસણીમાં ઉમેરી 3-4 કલાક માટે રાખવા. જો પ્રોપર ચાસણી બની હશે તો જામુનમાં પરફેક્ટ ઉતરી જશે.

  9. 9

    પછી બધા જામુનને ગરણીમાં લઇ ચાસણી કાઢી લેવી. 1/2 કલાક એમ જ ગરણીમાં રાખવા. પછી કોપરાના છીણમાં રગદોળવા.

  10. 10

    કાલાજામુન તૈયાર છે. તેને ફ્રીઝમાં 6-7 દિવસ સુધી રાખી શકાય છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes