તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#india2020
#cookpadindia
#cookpadguj
રાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!
પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.
મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.
નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,
નો ચાસણી.

તિરંગી કોકોનટ બરફી (Trirangi coconut Barafi Recipe In Gujarati)

#india2020
#cookpadindia
#cookpadguj
રાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય દિવસની શુભકામના!!
પહેલા મહેમાન આવે તો ચુરમુ, લાડવા, લાપસી બનતા, એમાંય ખાસ મહેમાન આવે તો કોપરાપાક બને!!!! પણ અત્યારે આધૂનિક યુગમાં પ્રસંગોપાત પણ ભાગ્યે જ બને છે.
મેં આજે ઇન્સ્ટન્ટ કોપરાપાક બનાવેલ છે.
નો માવો, નો ઘી, નો મીલ્ક પાઉડર,
નો ચાસણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1 1/2 કપકોપરાનું છીણ
  2. 1 કપખાંડ
  3. 1 કપદૂધ
  4. ચપટીફૂડ કલર લીલો, કેસરી
  5. ૧/૪ ચમચીઘી (ડીશ ગ્રીસ કરવા માટે)

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક નોન-સ્ટીક પેનમાં કોપરાના છીણને ધીમા તાપે શેકવું. બળી ન જાય તેનું ખૂબ ધ્યાન રાખો.

  2. 2

    પાંચથી સાત મિનિટ ધીમા તાપે શેક્યા બાદ તેમાં 1 કપ ખાંડ એડ કરો અને ફરીથી ધીમા તાપે શેકો. ખાંડ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે શેકવું. હવે તેમાં એક કપ દૂધ રેડો. ફરીથી તેને બરાબર ધીમા તાપે શેકવું.

  3. 3

    હવે શેકેલા કોપરાના છીણના એક સરખા ત્રણ ભાગ કરો. એક ભાગ એમ જ રહેવા દો. એક ભાગમાં પીંચ કેસરી ફૂડ કલર એડ કરો અને મિક્સ કરી લો. ત્રીજા ભાગમાં પીંચ લીલો ફૂડ કલર એડ કરો અને મિક્સ કરી લો. હવે એક પ્લેટ અથવા ચોકીમાં થોડું ઘી ગ્રીસ કરી તેમાં સૌથી પહેલા લીલા કલરનું મિશ્રણ સ્પ્રેડ કરો. ત્યારબાદ તેની ઉપર સફેદ કલરનું મિશ્રણ સ્પ્રેડ કરો. છેલ્લે કેસરી કલર વાળું મિશ્રણ તેની ઉપર સ્પ્રેડ કરો. એક કટોરી ની મદદથી બરાબર પ્રેસ કરી સ્મૂધ કરી લેવું.

  4. 4

    10 મિનીટ બાદ તેના માપસરના પીસ પાડી લેવા. તૈયાર છે તિરંગી કોકોનટ બરફી !!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes