સ્ટફ્ડ કાલા જામુન  (Stuffed Kala jamun recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કાલા જામુન બનવા માટેઃ
  2. 125 ગ્રામપનીર
  3. 2 ચમચીસોજી
  4. 1/4 ચમચીબેકિંગ પાઉડર
  5. 400 ગ્રામમોળો માવો
  6. 1/2 કપમેદો
  7. 1 ચમચીદૂધ
  8. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  9. ચાસણી માટેઃ
  10. 1 કિલોખાંડ
  11. 500મિલી પાણી
  12. સ્ટફિંગ માટેઃ
  13. 8-10 નંગકાજુના કટકા
  14. 8-10 નંગબદામ ના કટકા
  15. 2 ચમચીચારોળી
  16. 1 ચમચીઈલાયચી પાઉડર
  17. ચપટીકેેેેસરી કલર
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ખાંડ અને પાણી નાખી ચાસણી બનાવી લો. એક તાર ની ચાસણી તૈયાર કરો.

  2. 2

    એક બાઉલ માં પનીર લઇ ને તેને 5 મિનિટ સુધી મસળો પછી તેમાં સોજી, બેકિંગ પાઉડર નાખી તેને થોડું મસળો. હવે તેમાં માવો અને મેંદો નાખીને હલકા હાથે મિક્સ કરીને તેનો લોટ બાંધો. જરૂર પડે તો થોડું દૂધ ઉમેરો.

  3. 3

    આ માવા ના લોટ માંથી બે ચમચી માવો અલગ કાઢીને તેમાં સ્ટફિંગ માટેના ડ્રાયફ્રુટ મિક્સ કરો. તેમાં થોડો કેસરી કલર ઉમેરીને બધું મિક્સ કરો અને તેની નાની નાની ગોળી વાળો.

  4. 4

    હવે માવાના ગોળા બનાવી લો. આ ગોળાને દબાવીને તેને થેપલી જેવું કરીને તેમાં સ્ટફિંગ ની નાની ગોળી ભરો અને તેને કવર કરીને લંબગોળ આકાર આપો.

  5. 5

    એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેને મીડિયમ ગેસ રાખી બધા ગોળા ને તળી લો. ગોળા ને કાળા કલર ના થાય એવા તળવા.

  6. 6

    ગરમ કાલા જામુન ને ગરમ ચાસણીમાં જ બે કલાક સુધી ડૂબાડી રાખો. ત્યારબાદ ચાસણીમાંથી નિતારીને તેને ટોપરાના છીણમાં રગદોળો. તૈયાર છે મસ્ત મસ્ત સ્ટફ કાલા જામુન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes