અમરત પાક (Amrut Paak Recipe In Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
15/20 નંગ
  1. 500 ગ્રામરવો
  2. 350 ગ્રામઘી (જો તમને ઘી વધારે લાગે તો ઓછુંવત્તું કરી શકો છો)
  3. 350 ગ્રામખાંડ
  4. ખાંડ ડૂબે તેટલું પાણી
  5. 150 ગ્રામમાવો
  6. 2-3ટીપાં વેનિલા એસેન્સ
  7. 2 ટેબલ સ્પૂનચોકલેટ પાઉડર
  8. 2-3ટીપાં ચોકલેટ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રવાને ઘીમાં શેકી લેવું લેવો રવા નો કલર ચેન્જ થવો ન જોઈએ અને બીજા ગેસ
    પર એક વાસણમાં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી લઈ સતત ધીમા ગેસ પર હલાવતા રહો

  2. 2

    રવો ઘીમાં શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો અને તેમાં છીણેલો માવો ઉમેરવો અને સતત હલાવીને મિક્સ કરી દેવો જેથી માવો ગરમ રવા માં સેકાઇ જશે

  3. 3

    હવે ચાસણીને દોઢથી બે તારની કરવાની છે માટે ચાસણી થઈ છે કે નહીં તે ચેક કરવા માટે એક રકાબીમાં ટપકું પાડી જોવું જો ટપકું લસરી પાડે તો ચાસણી હજુ થવાની બાકી છે અને જો તમે ટપાકું પાડો અને જો તે ટપકું લસરી નહીં એટલે કે સર કે નહીં તો સમજવું કે ચાસણી થઈ ગઈ છે

  4. 4

    હવે થઈ ગયેલી ચાસણીને રવા અને માવાના મિશ્રણમાં ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહેવું અને ઘી છૂટવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો અને મિશ્રણ ના બે ભાગ કરી બંનેને અલગ અલગ વાસણમાં લઈ એક ભાગમાં વેનિલા એસેન્સ અને બીજા ભાગમાં ચોકલેટ પાઉડર અને ચોકલેટ એસેન્સ મિક્સ કરી લેવા

  5. 5

    ત્યારબાદ ગ્રીસ કરેલા વાસણમાં પહેલા ચોકલેટ વાળુ લેયર પાથરવું ત્યારબાદ વેનિલા એસેન્સ વાળુ લેયર પાથરી દેવું

  6. 6

    (જો ઘી વધારે લાગે તો ઉપરથી નિતારી પણ લેવાશે મેં અહીં બે લેયર કરેલા છે જો તમને યોગ્ય લાગે તો તમે ત્રણ લેયર એટલે ત્રિરંગી અમૃત પાક પણ કરી શકો છો) હવે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેના કાપા પાડી અને પંદરથી વીસ મિનિટ માટે તેને ફ્રિઝમાં મૂકી દેવું ત્યાર બાદ તેને બહાર કાઢી તેના સરસ મજાના ચોસલા નીકાળી લેવા તો તૈયાર છે આપણો દૂધ એટલે કે માંથી બનાવવામાં આવેલો સુંદર મજાનો અમરત પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes