ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 100 ગ્રામ મગ
  2. 100 ગ્રામમઠ
  3. 4 નંગટામેટા ની પેસ્ટ
  4. 2 નંગડુંગળી ની પેસ્ટ
  5. 2 ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીમીઠું
  7. 1 ચમચીહળદર
  8. 3 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીધાણા જીરું
  10. 1 ચમચીહિંગ
  11. 4 ચમચીતેલ
  12. 1 નંગલીંબુ નો રસ
  13. 1 ચમચીગોળ
  14. 1 ચમચીગરમ મસાલો
  15. 1 બાઉલ મિક્સ ચવાણું
  16. 2 નંગસમારેલી ડુંગળી
  17. થોડીક ધાણા ભાજી
  18. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મગ અને મઠ ને 5 કલાક માટે પાણીમાં પલાળી દો પછી તેને કપડા માં બાંધી ને ફણગાવી લો

  2. 2

    એક પેન મા તેલ ઉમેરી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં ડુંગળી ની પેસ્ટ ઉમેરી ને સાંતળો પછી તેમાં આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી ને મિક્સ કરી ને સાંતળો

  3. 3

    હવે તેમાં મીઠું,હિંગ,હળદર,લાલ મરચું વગેરે બધો મસાલો ઉમેરી ને પછી તેમાં ફણગવેલા મગ અને મઠ ઉમેરી ને મિક્સ કરી દો હવે તેમાં લીંબુ નો રસ ગોળ અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ને તેમાં થોડું પાણી ઉમેરી ને 5 થી 7 મિનિટ માટે સાંતળો

  4. 4

    તૈયાર કરેલા મિસળ ને બાઉલ મા ઉમેરી ને ધાણા ભાજી ઉમેરી ને મિક્સ ચવાણું અને પાઉં સાથે મિસળ ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes