ચોખા ની ખીર

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#mr
#cookpadindia
#cookpadgujarati
શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે.

ચોખા ની ખીર

#mr
#cookpadindia
#cookpadgujarati
શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ લિટરફુલફેટ દૂધ
  2. ૧/૪ વાડકીબાસમતી ચોખા
  3. ૧/૪ વાડકીખાંડ
  4. ટી. સ્પૂન ઈલાયચી પાવડર
  5. ૧/૨ટી. સ્પૂન જાયફળ પાવડર
  6. બદામ,પીસ્તા ની કતરણ
  7. કેસર ના તાંતણા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ૨-૩ વાર ધોઈને પલાળી રાખો.દૂધ ને જાડા તળિયા વાળી તપેલીમાં કાઢી ગરમ કરવા મુકો.

  2. 2

    દૂધમાં ઉભરો આવે એટલે તેમાં પલાળેલા ચોખા ઉમેરી હલાવી લો અને દૂધ ને ઉકળી ને ઘટ્ટ થવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહો.

  3. 3

    ૨૦-૨૫ મિનિટમાં દૂધ ઉકડીને ઘટ્ટ થઈ જાય એટલે તેમાં ખાંડ ઉમેરી હલાવી લો ૫ મિનિટ પછી તેમાં ઈલાયચી પાવડર,જાયફળ પાવડર,બદામ પીસ્તા ની કતરણ અને કેસર ના તાંતણા ઉમેરી હલાવી ગેસ બંધ કરી લો.

  4. 4

    તો તૈયાર છે ચોખા ની ખીર તેને ગરમ અને ઠંડી બન્ને રીતે સર્વ કરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes