રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ .

રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫/૪૦ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. 1બાઉલ રાજમા
  2. 1ડુંગળી
  3. ૧ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  4. ૩ ચમચીતેલ
  5. 1/2 ચમચીજીરું
  6. 1/4 ચમચીહીંગ
  7. 2સૂકા લાલ મરચાં
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. 1/4 ચમચીધાણાજીરું
  11. 1 ટી સ્પૂનકિચન કિંગ મસાલો
  12. મીઠું
  13. ટમેટા 🍅
  14. લીંબુ
  15. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૫/૪૦ મીનીટ
  1. 1

    એક બાઉલ
    રાજમા બાફી ને તૈયાર કરી લેવા અને બીજા મસાલા પણ એક પ્લેટમાં કાઢી ને રાખવા

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

  3. 3

    તેલ ગરમ થાય પછી તેમાં જીરું હિંગ સૂકા લાલ મરચાં નાખીને હલાવો

  4. 4

    ત્યારબાદ તેમાં જીણી સમારેલી ડુંગળી સાંતળો

  5. 5

    ડુંગળી ને ૨/૩ મીનીટ સાંતળી લો પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી

  6. 6

    ત્યારબાદ તેમાં બધા સૂકા મસાલા નાખી દેવા

  7. 7

    અને તે મસાલા ને ૩/૪ મીનીટ સુધી તેલ માં સાંતળો

  8. 8

    ત્યારબાદ તેમાં જીણા સમારેલા ટામેટા નાખી દેવા

  9. 9

    ટામેટાં ને ૫/૭ મીનીટ સુધી ચડવા દેવા અને તેમાં 1/2 કપ પાણી નાખી ને ઉકાળી લેવું

  10. 10

    અને ટામેટાં સરખા ચડી જાય પછી તેમાં બાફેલા રાજમા ઉમેરવા

  11. 11

    રાજમા નાખી ને સરખું મિક્સ કરી લેવું

  12. 12

    પછી તમને જોઈએ એ પ્રમાણે પાણી નાખી ને ૧૦ મીનીટ સુધી ધીમા તાપે ઉકાળી લો પછી છેલ્લે અડધા લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું

  13. 13

    તૈયાર છે પંજાબી સ્ટાઈલમાં રાજમા અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે મે રાજમા રાઈસ સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes