ડાલગોના ચોકલેટ કેક (Dalgona Chocolate Cake Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#CD
#mr

કોફી ના સૌથી પ્રખ્યાત ૧૦ પ્રકાર છે ... જેમ કે
એસપ્રેસો....કૈપેચીનો..કેફે લેટ્ટે... અમેરિકાનો..
માકિઆટો...મોકા..આઇરિશ...તુર્કિસ..વ્હાઈટ કોફી, ફિલ્ટર કોફી...

કોફી નો રીફ્રેશમેન્ટ ડ્રિંક માં સમાવેશ કરવામાં આવે છે...
અત્યાર નો સમય એટલો વ્યસ્ત છે કે તેમાં દરેક વ્યક્તિ ને રીફ્રેશમેન્ટ ની જરૂર પડે છે...
કામ ની વ્યસ્તતા વચ્ચે જો કોફી કે ચા મળી જાય તો એક એનર્જી આવી જાય છે અને કામ કરવાની ક્ષમતા પણ વધી જાય છે...
ચા અને કોફી એવું ડ્રિંક છે જેની દુનિયા દિવાની છે..

ભારત માં મુખ્યત્વે કોફી નું ઉત્પાદન મુખ્યત્વે દક્ષિણ ભારતીય રાજ્યો ના પહાડી વિસ્તારોમાં થાય છે..

કોફી નું મૂળ સ્થાન યમન દેશ છે.કોફી નું સૌથી મોટો ઉત્પાદક દેશ બ્રાઝિલ દેશ છે..

દરેક પોઝિટિવ સાઇડ ની એક નેગેટિવ સાઇડ પણ હોય છે... એટલે
કોફી કે ચા પીવા ના જેટલા ફાયદા છે તેટલાં જ તેના નુકસાન પણ છે...
તેથી તેનું સેવન સિમિત માત્રા માં જ કરવું જોઈએ...
આમ તો કોલ્ડ કોફી મારી ખૂબ જ ફેવરિટ છે... પણ આજે મેં કંઇક નવું કરવાનો ટ્રાય કર્યો છે 😅...

મેં અહીં કોફી નો ઉપયોગ કરી ને ડાલગોના ચોકલેટ કેક બનાવી છે.ચાલો રીત જોઇશું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. કેક બનાવવા માટેની સામગ્રી:
  2. ૧.૫ કપ ઘઉંનો લોટ
  3. ૪ ટેબલસ્પૂનકોકો પાઉડર
  4. ૧ ટેબલસ્પૂનબેકિંગ પાઉડર
  5. ૧/૨બેકિંગ સોડા
  6. ૧/૨ કપદહીં
  7. ૪ ટેબલસ્પૂનતેલ
  8. ૧ કપદૂધ
  9. ૧/૨ ટી સ્પૂનવેનિલા એશેન્સ
  10. ૧ ટેબલસ્પૂનનેશકેફે કોફી પાઉડર
  11. ૧ કપપાઉડર ખાંડ
  12. ડાલગોના કોફી માટે:
  13. ૨ ટેબલસ્પૂનકોફી
  14. ૪ ટેબલસ્પૂનપાઉડર ખાંડ
  15. ૩ ટેબલસ્પૂનગરમ પાણી
  16. ચોકલેટ સોસ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં દળેલી ખાંડ ઉમેરો તેમાં ૧/૨ કપ દહીં અને ૪ ચમચી તેલ ઉમેરી તેને ૨ મિનિટ માટે મિક્સ કરી લો.પછી એક ચાળણીમાં ઘંઉ નો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, અને કોકો પાઉડર, કોફી લઈ ને તૈયાર કરેલ મિશ્રણ માં મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં વેનિલા એસેન્શ ઉમેરો અને તેમાં થોડું થોડું દૂધ ઉમેરી ને બરાબર મિક્સ કરી લો

  3. 3

    કેક નું બેટર તૈયાર છે.હવે એક કન્ટેનર માં બટર પેપર રાખી ને કેક નું મિશ્રણ ઉમેરી લો.તેને ૨ વખત ટેપ કરી લો. હવે કન્ટેનર ને પ્રિ- હીટ ઓવન માં ૧૮૦ ડિગ્રી તાપમાન પર રાખી ને ૩૦ મિનિટ માટે બેક કરી લો.તૈયાર છે ચોકલેટ કેક.

  4. 4

    ડાલગોના કોફી ફ્લેવર્સ માટે એક બાઉલમાં કોફી, ખાંડ અને ગરમ પાણી ઉમેરી તેને બીટર થી બીટ કરી લેવું જ્યાં સુધી થીક ફોમ માં ના આવે ત્યાં સુધી.. ત્યારબાદ તેને કેક પર પાથરી ને ફ્રીઝ માં 1/2 કલાક માટે સેટ થવા મૂકી દેવું... ત્યારબાદ ઉપર થી ચોકલેટ સોસ ગાર્નિશ કરી શકો છો..

  5. 5

    તૈયાર છે ડાલગોના ચોકલેટ કેક.🎂

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes