મઠીયા (Mathiya recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#DIWALI2021
#cookpadgujarati
#cookpadindia
મઠીયા એક ગુજરાતી ફરસાણ ની વાનગી છે. ગુજરાતમાં સમાન્ય રીતે આ ફરસાણ દિવાળીના દિવસોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે અને તેને ખાવાની ખૂબ મજા આવે છે.
મઠ અને અડદની દાળના લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. મઠીયા નો સ્વાદ તીખો અને ગળ્યો હોય છે. મઠીયામાં તીખાસ લાવવા માટે લવિંગીયા મરચા નો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ઘરમાં તો દિવાળીના તહેવારમાં મઠીયા ખાસ બનાવવામાં આવે છે.

મઠીયા (Mathiya recipe in Gujarati)

#DIWALI2021
#cookpadgujarati
#cookpadindia
મઠીયા એક ગુજરાતી ફરસાણ ની વાનગી છે. ગુજરાતમાં સમાન્ય રીતે આ ફરસાણ દિવાળીના દિવસોમાં બનાવવામાં આવે છે. આ ફરસાણ ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે અને તેને ખાવાની ખૂબ મજા આવે છે.
મઠ અને અડદની દાળના લોટમાંથી મઠીયા બનાવવામાં આવે છે. મઠીયા નો સ્વાદ તીખો અને ગળ્યો હોય છે. મઠીયામાં તીખાસ લાવવા માટે લવિંગીયા મરચા નો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ઘરમાં તો દિવાળીના તહેવારમાં મઠીયા ખાસ બનાવવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મઠીયાના લોટ માટે:
  2. 200 ગ્રામઅડદની દાળ
  3. 500 ગ્રામમઠ
  4. મઠીયા બનાવવા માટે:
  5. 1.5 કપપાણી
  6. 30 ગ્રામલીલા લવિંગીયા મરચા
  7. 2.5 Tbspમીઠું
  8. 1 કપખાંડ
  9. 1 Tbspઅજમો
  10. 1 Tbspધી
  11. 1 Tspહીંગ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મઠ અને અડદની દાળને ભેગા કરી તેને ગ્રાઇન્ડ કરી લેવાથી મઠીયાનો લોટ તૈયાર થઇ જશે.

  2. 2

    એક વાસણમાં પાણી ગરમ મૂકી તેમાં રફલી ગ્રાઇન્ડ કરેલા લવિંગીયા મરચાં અને મીઠું ઉમેરવાના છે અને વાસણને ઢાંકીને બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે.

  3. 3

    હવે ગેસ ઓફ કરીને પાણી ગરમ હોય ત્યારે જ તેમાં ખાંડ ઉમેરી દેવાની છે અને તેને બરાબર રીતે પાણીમાં ઓગાળી લેવાની છે પણ ખાંડ નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની flame off કરી દીધેલી હોવી જોઈએ. હવે આ પાણી સાવ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠરવાં દેવાનું છે.

  4. 4

    હવે એક મોટા વાસણમાં અજમો, ઘી અને હિંગ ઉમેરવાના છે અને તેમાં આ તૈયાર કરેલું પાણી ઉમેરવાનું છે. બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  5. 5

    હવે તૈયાર કરેલા પાણીમાંથી 1/4 કપ જેટલું પાણી કાઢી બાકીના પાણીમાં મઠીયાનો લોટ ઉમેરતા જવાનું છે અને લોટ બાંધવાનો છે. અલગ કાઢેલા પાણીને જરૂરિયાત મુજબ લોટ બાંધવા માટે ઉમેરતા જવાનું છે.

  6. 6

    લોટ કઠણ બાંધવાનો છે. લોટને સોફ્ટ કરવા માટે દસ્તાથી તેને ખાંડવાનો છે. પછી થોડો થોડો લોટ લઈને તેને બંને હાથથી ખેચતાં જવાનો છે અને કુણવવાનો છે.

  7. 7

    હવે એક વાસણમાં થોડો મઠીયાનો લોટ અને 2 Tbsp ઘી ઉમેરી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને આખા વાસણમાં પાથરી દેવાનું છે. તૈયાર કરેલા લોટના લુવા કરી આ લુવાને આ વાસણમાં નાખી અને બરાબર રીતે રગદોળી લેવાના છે અને ઢાંકીને રાખી દેવાના છે.

  8. 8

    હવે પાટલા વેલણની મદદથી એક એક લુવો ને લઇ તેને પાતળા ગોળ વણી લેવાના છે.

  9. 9

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ એકદમ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલાં આ મઠીયાને તળી લેવાના છે.

  10. 10

    જેથી આપણા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મઠીયા સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  11. 11
  12. 12
  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes