ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)

#DFT
#Diwali21
#CookpadIndia
#Cookpadgujarati
#DRYFRUITSKHEER
#kheer
#VANDANASFOODCLUB
બધાને હેપ્પી દિપાવલી
દિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે.
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
#DFT
#Diwali21
#CookpadIndia
#Cookpadgujarati
#DRYFRUITSKHEER
#kheer
#VANDANASFOODCLUB
બધાને હેપ્પી દિપાવલી
દિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈને 10 - 15 મિનિટ સાફ પાણી માં પલાડી રાખો.
- 2
હવે એક હેવી બોટમ વાળું કડાઈ કે પેન લો તેમાં થોડું પાણી ઉમેરી ને દૂધને ઉમેરો તેનો એક ઉભરો આવે ત્યા સુધી મિડયમ ફલેમ પર ગરમ કરો.
- 3
ચોખા માંથી પાણી કાઢી ને તેમાં ઘી ઉમેરીને મીકક્ષ કરી લો. હવે આ ચોખાને દૂધમાં મિકક્ષ કરી લો. તેની સાથે આખી બદામ પણ ઉમેરો. બદામ નાખવાથી ખીરનો કલર જલ્દીથી બદામી રંગનો થઈ જશે. આ પ્રોસેસ મે આપણા જ કુકપેડ ગ્રૂપના વૈભવીબેન ની રેસીપી જોઈને કરી છે. આ બધી પ્રોસેસ સ્લો ગેસ પર જ કરવી
- 4
જ્યાં સુધી ચોખા બરાબર ચઢે ના ત્યાં સુધી દૂધ ને સતત હલાવતા રહેવું. ચોખા ચઢતા મીનીમ્મ 25 થી 30 મિનિટ લાગશે વચ્ચે ચેક કરતા રહેવું કે ચોખા ચઢ્યા છે કે નહીં. ચોખા ચઢી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને દૂધને ઉકાળો જ્યાં સુધી દૂધ થીક ના થાય ત્યાં સુધી હલાવતા રહેવું. દૂધ અને ચોખા બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી દૂધ ને ઉકાળતાં રહો.
- 5
ખીર થઈ જવા આવે એટલે તેમા કાજુ-બદામ ની કતરણ, પીસ્તા ની કતરણ, ચારોળી, દ્રાક્ષ, એલાઈચી પાઉડર અને કોપરાનું ખમણ ઉમેરી ને 10 મીનીટ ફાસ્ટ ગેસ પર ઉકાળી ગેસ ઓફ કરો. ખીર રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને ફ્રિજ માં ઠંડુ કરી ને સર્વ કરો.
- 6
તો તૈયાર આપણી ટ્રેડિશનલ સ્વીટ ખીર ને ઠંડી ઠંડી સર્વ કરી ઉપરથી બદામ અને પિસ્તા ની કતરણ ભભરાવી કેસર વાળુ દૂધ ઉમેરી ને સર્વ કરો.
Similar Recipes
-
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
ખીર (Kheer Recipe In Gujarati)
#TheChefStory#ATW2ખીર એ દરેક ગુજરતીની મનપસંદ વાનગી છે. Vaishakhi Vyas -
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
દૂધપાક ગુજરાત રાજ્યની ટ્રેડિશનલ મીઠાઈ છે. દૂધપાક અને ખીર બંને દૂધ અને ચોખા માંથી બનાવામાં આવતી મીઠાઈ છે પરંતુ દૂધપાકમાં ચોખા ઓછા ઉમેરવામાં આવે છે અને દૂધને વધારે બાળવામાં આવે છે જેથી કરીને એનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. દૂધપાકમાં સુકામેવા અને ઈલાયચી ઉમેરવામાં આવે છે પરંતુ દૂધપાકમાં ઉમેરવામાં આવતી ચારોળીના લીધે દૂધપાક ખાવાની મજા વધી જાય છે. દૂધપાક વાર-તહેવારે, સારા પ્રસંગોએ કે પૂજા વગેરે માં બનાવામાં આવતી મીઠાઈ છે જે સામાન્ય રીતે પૂરી ની સાથે પીરસવામાં આવે છે, પરંતુ દૂધપાક ને ડીઝર્ટ તરીકે પણ પીરસી શકાય.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
શાહી ખીર (Shahi Kheer Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiમમ્મી ના હાથ ની રસોઇ ની તો એમનું બનાવેલું બધું જ ભાવે.હું મૂળ કાઠિયાવાડ માંથી .અમારે ત્યાં મમ્મી બપોરે lunch nu અઠવાડિયા નું મેનુ નક્કી જ કરેલું હોય.શુક્રવાર એટલે ડ્રાય ફ્રુટ,કેસર,ઈલાયચી થી ભરપુર ખીર અને ચણા નું શાક નક્કી જ હોય.સાથે પૂરી અથવા રોટલી એટલે જમવાની મઝા પડી જાય. અમે તો શુક્રવાર ની રાહ જ જોતા હોય એ અને ખીર પણ ગરમગરમ જ ખાવાની .કેસર ઈલાયચી નો ગરમ ગરમ ખીર નો ટેસ્ટ આજ સુધી નથી ભૂલાનો.એમાં પણ મમ્મી ચોખા બાસમતી નઈ પણ જીરા સર જ વાપરતી માટે ખીર એકદમ ઘાટી બનતી. મમ્મી કહેતા કે બાસમતી ચોખા નો તો દૂધપાક સારો લાગે ખીર નઈ. આજે મે અહી મારા મમ્મી એ જે ખીર બનાવે એ શાહી ખીર બનાવી છે. Bansi Chotaliya Chavda -
રજવાડી કેસર ખીર (Rajwadi Kesar Kheer Recipe In Gujarati)
રજવાડી કેસર દૂધપાક - ખીર#શ્રાધ્ધ_સ્પેશિયલ_દૂધપાક_ખીર#SSR #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujrati #Cooksnapchallangeમારા વ્હાલા ઠાકોરજી ને પણ અતિ પ્રિય છે.શ્રાધ્ધ ના મહિનામાં પિતૃઓનાં તર્પણ અને શાંતિ માટે, તેમને યાદ કરી ને , તેમની પુણ્યતિથિ પ્રમાણે ભૂદેવ ને જમાડવાની ભારતીય હિન્દુ ધર્મ ની શાસ્ત્રીય પ્રણાલિકા છે. તેમાં ખાસ દૂધ અને ચોખા માંથી બનતો દૂધપાક - ખીર બનાવી ને ખવડાવાય છે. દૂધપાક ને પૂરી નું બ્રહ્મભોજન માં આગવું સ્થાન છે. Manisha Sampat -
ડાયફૂટસ પાયસમ (Dryfruits Paysam Recipe In Gujarati)
#AM2#Cookpadgujarati#CookpadIndiaસ્વાદિષ્ટ, ક્રિમી ચોખા અને દૂધ થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરશ હોય છે. પાયસમ એ એક સાઉથ ઈન્ડિયન ડેઝર્ટ છે. આ એક ખીરનું વજૅન છે જે ઓનમ કે તેમના ખાશ તહેવાર માં બનાવવા માં આવે છે. Vandana Darji -
કાજુ-મખાના-ડ્રાયફ્રૂટ્સ ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#Week5 કાજુમાં જગદંબાના નોરતાના પ્રથમ દિવસે માને ખીર નો ભોગ ધરાવ્યો ,,નોરતાના માનેઉપવાસ હોય છે અને ભક્તગણ પણ રહેતા હોય છે એટલે નોમ સુધી ફરાળી ભોગ જધરાવવામાં આવે છે ,,માને ભોગમાં ખીર ખુબ જ પ્રિયા છે ,,એટલે મેં આજે ફરાળી ખીરજે કાજુ અને મખાના માંથી બનાવી છે ,,,સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેર્યા છે ,,કાજુ હેલ્થની દ્રષ્ટિ એ ઉત્તમ વિટામિન પૂરક છે ,,મોટાભાગના વિટામિન્સ કાજુમાંથીમળી રહે છે ,,બની શકે તો રોજ ઓછામાં ઓછા ચાર-પાંચ કાજુનો સમાવેશ આપણાડાએટ માં કરવો જોઈએ ,કાજુ ની ફેટ ઉત્તમ એટલે કે સારી ફેટ ગણાય છે ,,તેશરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી નાખવાનું કામ કરે છે ,અને શરીરનેભરપૂર શક્તિ પ્રદાન કરે છે ,,દરેક વસ્તુનો અતિરેક નહીં સારો તેમ કાજુ પણયોગ્ય માત્રામાં જ ખાવા જોઈએ ,,,બાર-પંદર નંગ થી વધુ કાજુ ખાવા થી નુકસાનથાય છે ,,કાજુની તાસીર ગરમ છે ,,,મારા ઘરમાં બધાને ખીર ખુબ જ પ્રિયા છે ,,મખાના પણ કાજુ જેટલા જ ગુણકારી છે ,,ખીરમાં ઉમેરવાથી ખીરનો સ્વાદ બેવડાઈજાય છે ,,અને ખીર ઘાટ્ટી,,માવાદાર ,,મીઠી બને છે ,,ખીર પરમ પિત્તશામક છે એટલે શરદઋતુમાં રોજ ખાવી જોઈએ ,દૂધની દરેક આઈટમ બધાની પ્રિયા,,,એટલે ખીર વારંવાર બને,,અને હું જુદી -જુદીરીતે બનાવી પીરસું,,,મારા ઘરે ખીર જમવામાં તો ખવાય જ,,પણ ડેઝર્ટ તરીકે વધુ ,હાલતચાલતાં ભૂખ લાગે એટલે ખીર ખાઈ લેવાની ,,, Juliben Dave -
દેશી ગોળ ની ખીર
આજે મૈ ટ્રેડિશનલ ગુજરાતી ખીર બનાવી છે. ઘણા ઓછા લોકો ને ખબર હશે કે આ ખીર પહેલા ના જમાના માં ટ્રેડિશનલ રીતે ગોળ થી જ બનાવામાં આવતી હતી. આજે મૈ ઓણ દેશી ગોળ નો ઉપયોગ કરી ને આ ખીર બનાવી છે જે ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ખાસ વાત એ કે આ ખીર દેશી ગોળ થી બનાવા માં આવતી હોવાથી વેઈટ પણ નથી વધતું આના સેવન થી. Vaishnavi Prajapati -
વર્મિસિલી ખીર(Vermicelli Kheer Recipe in Gujarati) (Jain)
#WDC#sweet#traditional#vermicelli#kheer#Desert આજે હું મારી 500 મી વાનગી પોસ્ટ કરી રહી છું. આથી થયું કે, "કુછ મીઠા હો જાયે"..... આ ઉપરાંત આજે બેસતો મહિનો પણ છે. આજ થી ફાગણ માસની શરૂઆત થઈ છે. એટલે કઈક ઠંડક આપે તેવી મીઠાઈ બનાવવા ની વિચાર્યું. ઘર માં વર્મીસિલી સેવ પડી હતી, એટલે સુકામેવા ઉમેરી મસ્ત મજાની ઠંડી ઠંડી વર્મિસીલી ખીર બનાવી દીધી. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ટોપરા ની છીણ ઉમેરી છે. Shweta Shah -
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#AM2ચોખાની ખીરરાત્રે જમવામાં શું બનાવવું એવું થાય છે તો આ ખીર સાથે મસાલા ભાખરી પૂરી ઢેબરા વડા સરસ લાગે છે અને શાકભાજી કે બીજા કશાની જરૂર પડતી નથી આમ પણ વડીલો રાત્રે દૂધને ભાખરી ખાતા હોય છે તો આ એક નવી રેસીપી મેં બનાવી છે કે તમને ગમશે જ Jayshree Doshi -
-
ખીર શોટ્સ (Kheer Shots Recipe In Gujarati)
#ATW2#TheChefStoryઘર માં પૂજા હોય અને બધા ને થોડો થોડો જ પ્રસાદ આપવાનો હોય અને પ્રસાદ માં ખીર હોય તો નોર્મલી ચમચી વાટકી થી બધા ને આપતા હોયે આપણે પણ હાથ માં આપીયે એના કરતા હવે નવો ટ્રેન્ડ ફોલ્લૉ કરીયે તો શોટ્સ ના ગ્લાસ માં ખીર નો પ્રસાદ આપી ને કઈંક સારી રીતે વહેંચી શકાય છે. મેં પણ મારા ઘરે કરેલી એક નાની પૂજા થયા બાદ બધા ને એમાં ખીર નો પ્રસાદ આપેલો. Bansi Thaker -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
દુધપાક (Doodhpaak Recipe In Gujarati)
#mrફ્રેન્ડસ, દુધપાક ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ છે. માપસર ના ચોખા ઉમેરી દુધ ને ઉકાળી ને બનાવામાં આવતો દુધપાક ખીર કરતા થોડો અલગ પડે છે. ગુજરાત માં દુધપાક પૂરી નું જમણ પરંપરાગત રીતે હજુ પણ બનાવવામાં આવે છે.આ રેસીપી જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
ખીર (પે્શર કૂકર માં) (Kheer Recipe in Gujarati)
ખીર ને જમવામાં કે ચીલ્ડ કરીને ડેઝર્ટ માં સર્વ કરવામાં આવે છે.ખીર ને પ્રસાદમાં પણ મૂકવામાં આવે છે. સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
ચોખા ની ખીર(chokha ni kheer recipe in Gujarati)
#મોન્સૂન#સુપરશેફ 3ચોમાસા ના મહિના ચાલુ થાય એટલે તહેવારો ની વણજાર શરૂ થઇ જાય છે. અને તહેવારો માં ગળ્યું તો બનેજ આજે દિવસો છે દિવસા ના દિવસે બધાનેજ ત્યારે દૂધ પાક કે ખીર બનતી હોય છે એટલે ખીર બનાવી છે Daxita Shah -
ખીર(Kheer Recipe in Gujarati)
આપણા દેશમાં સમૃદ્ધ સંસ્કૃતિ ભોજન છે. વિવિધ રાજ્યોમાં લોકો ખાસ પ્રસંગો પર વિશાળ શ્રેણીમાં મીઠી વાનગીઓ બનાવે છે. ગુજરાત તેના ખાદ્ય અને મીઠાઈઓ માટે જાણીતું છે. તહેવારો દરમ્યાન અને અન્યથા ગુજરાતી લોકો વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો બનાવતા આનંદ માણે છે. ગુજરાતી મીઠાઈઓ સ્વાદિષ્ટ જ નઈ , પરંતુ તેમાંથી મોટાભાગના તમારા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેમાં ની એક ખુબજ સરળ રીતે બની જય અને દરેક ઘર માં વારંવાર બનવામાં આવતી બધા ને પ્રિય, આવી ચોખા ની ખીર ગુજરાતી વાનગી ખીર. ગુજરાતમાં આપડે ત્યાં સારો પ્રસંગ કે કોઈ સારુ કાર્ય કે કોઈ શુભ સમાચાર હોઈ તો તરત જ આપડે ખીર બનાવી નાખીએ છીએ. એટલું જ નઈ પણ શ્રાદ્દ માં કે કોઈ પિતૃ કાર્ય માં પણ ખીર બનાવાય છે. આપડે ત્યાં ખીર મોટા ભાગે બાસમતી ચોખા અને દૂધ માંથી બને છે બાસમતી સિવાય ના ચોખા થી પણ બને છે. Kheer માં ચોખા 2 રીતે નખાય છે. 1 ચોખા પલાળી ને કાચા જ દૂધ માં નાખવા માં આવે છે અને દૂધ ઘટ્ટ થાય તેની સાથે ઉકળી ને ચોખા પણ saras ચડી જય છે.2. ચોખા ને પલાળી ને પેહલે થી જ બાફી પછી દૂધ ઘટ્ટ થાય એટલે નાખવા માં આવે છે. દૂધ ઉકાળી ને ઘટ્ટ કરી શકાય છે તેમાં થોડો વધારે સમય લાગે છે. જો તમારી પાસે સમય ઓછો હોઈ તો કન્ડેન્સ મિલ્ક ઉમેરી ને ઘટ્ટ કરી શકાય અથવા મિલ્ક પાઉડર થી પણ દૂધ ને ઘટ્ટ કરી શકાય. કેન્ડેન્સ મિલ્ક યા મિલ્ક પાઉડર ના ઉપયોગ થી ખીર ખુબજ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે. #GA4#week4#Gujarati#Kheer# Archana99 Punjani -
ઠંડી ખીર(kheer recipe in gujarati)
ચોખાની ખીર આપણે ઠંડી અને ગરમ બંને ખાઈએ છીએ. ઠંડી ખીર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો આજે શીતળા સાતમ માટે ઠંડી ખીર બનાવીશું.#સાતમ Rinkal’s Kitchen -
ખીર (Kheer Recipe In Gujarati)
#mrશરદ ઋતુ માં પિત્ત નુ પ્રમાણ વધે છે ત્યારે ખીર, દુધ પાક, દુધ પૌંઆ ખાવાથી તેનું શમન થાય છે Pinal Patel -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
-
રાજભોગ ખીર
#ઇબુક૧# ૩૩#fruitsઆમ તો બાળકો દૂધ થી દૂર ભાગે છે અને ડ્રાયફ્રૂટસ તો કોઈ ને ગમતા નથી. તો આ એક એવું સોલ્યુશ છે જેના થી આસાની થી બન્ને વસ્તુ ખાઈ લે છે. Chhaya Panchal
More Recipes
ટિપ્પણીઓ (3)