રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20

#WLD
શિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે.

રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#WLD
શિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
3 સર્વિંગ્સ
  1. મોટા રીંગણ (૪૦૦ ગ્રામ)
  2. ૨ નંગટામેટા૨ નંગ સૂકી ડુંગળી
  3. ૨ નંગલીલી ડુંગળી
  4. ૭-૮ કળી લીલું લસણ
  5. ૨&૩ લીલા‌મરચા સમારેલા
  6. ૧ ચમચીલસણ ની ચટણી
  7. ૧ ચમચીમરચું પાઉડર
  8. ૧/૨ ચમચીમીઠું
  9. ૧/૪ ચમચીહળદર
  10. ચપટીહીંગ
  11. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧/૨ ચમચીગરમ મસાલો
  13. ૧ ચમચીકિચન કીંગ મસાલો
  14. ૧/૨ ચમચીઆખું જીરુ
  15. ૪-૫ મોટી ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    રીંગણ નો ઓળો બનાવવા માટે રીંગણ ને બરાબર ધોઈ કોરા કરી તેલ થી ગ્રીસ કરી ગેસ પર શેકી લો.ઠંડા થાય પછી છાલ કાઢી ને‌ મેશર થી મેશ કરી લો.

  2. 2

    હવે ડુંગળી,ટામેટા લસણ ને બરાબર ધોઈ ને બારીક સમારી લો.

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરવા‌ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરુ,હીંગ હળદર એડ કરો...હવે તેમા ડુંગળી એડ કરો.તે ચડે એટલે ટામેટાં,લસણ,મરચા એડ કરો.હવે બધા જ મસાલા એડ કરી પેન નું ઢાંકણ ઢાંકી ૫ મીનીટ સુધી ચડવા દો.

  4. 4

    બધું બરાબર ચડે એટલે મેશ કરી લો.હવે તેમાં મેશ કરેલા રીગણા એડ કરી બરાબર મિક્સ કરો.તેલ છૂટુ પડે ત્યાં સુધી ચડવા દો.

  5. 5

    તો તૈયાર છે.રીગણા નો ઓળો..તેને સર્વીંગ પ્લેટ માં લો.ગરમા ગરમ‌‌ બાજરી ના રોટલા,સલાડ,છાશ,પાપડ,મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti's kitchen
Kruti's kitchen @Kruti_20
પર

Similar Recipes