કાજુ મીઠી પુરી (Kaju sweet puri recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપકાજુ
  2. 1/2 કપબદામ
  3. 3/4 કપસુગર પાવડર
  4. 1 ચમચીઈલાયચી પાવડર
  5. 3ટે. સ્પૂન બટર (unsalted)
  6. 2ટે.સ્પૂન પાણી
  7. 1ટે. સ્પૂન દૂધ (લોટ બાંધવા માટે)
  8. 8-10કેસર ના તાંતણા
  9. ગાર્નિશ માટે :
  10. કાજુ
  11. કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કાજુ ને મીક્ષી જાર માં દરદરું પીસી લો. બદામ ને હુફાળા પાણી માં 40 મિનિટ પલાળી રાખો. પછી બદામ ની છાલ કાઢીને કોરા કપડાં માં થોડીવાર સૂકવી દો.1 - 2 મિનિટ માટે સૂકવો. જેથી મોઈશ્ચર સુકાઈ જશે. બદામ ને પણ મિક્ષી જાર માં દરદરું પીસી લો.

  2. 2

    બંને પાવડર (કાજુ બદામ નો) મિક્સ કરો. પછી તેમાં સુગર પાવડર, ઈલાયચી પાવડર અને કેસર એડ કરી ને મિક્સ કરો. પછી મિક્સિ જાર માં ફાઇન પાવડર બનાવી લો.

  3. 3

    એક પેન માં બટર (મીઠા વગર નું) અને પાણી એડ કરો. બટર ઓગળી જાય કે તરત જ રેડી કરેલો ફાઇન પાવડર એડ કરી 5 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. બધું બરાબર મિક્સ કરીને હલાવી લો. મિશ્રણ પેન છોડે ત્યાં સુધી કુક કરો. છેલ્લે બટર એડ કરીને હલાવી લો.

  4. 4

    રેડી કરેલી ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ માં આ મિશ્રણ ને ટ્રાન્સફર કરો. 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા દો. એક ચમચી દૂધ એડ કરીને ડો (લોટ) જેવું તૈયાર કરો. લોટ બાંધી લો.

  5. 5

    તૈયાર કરેલા લોટ ના બે મોટા લુવા બનાવી લો. પ્લાસ્ટિક શીટ વચ્ચે તૈયાર કરેલા લુવા મૂકીને વણી લો. પછી કુકી કટર થી કટ કરી લો. બેકિંગ ટ્રે માં ગોઠવી ને પ્રીહિટેડ ઓવન માં 5 મિનિટ સુધી અથવા સાઈડ ગોલ્ડન થાય ત્યાં સુધી બેક કરી લો.

  6. 6

    પછી તેને વાયર રેક પર ઠંડી થાય ત્યાં સુધી રહેવા દો. કાજુ મીઠાઈ પૂરી ને કાજુ અને કેસર થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes