ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
અમદાવાદ

શિયાળા સ્પેશ્યલ ખજૂર ના લાડુ (આ લાડુ માં ગુંદર નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.)

ખજૂર ના લાડુ (Khajoor Ladoo Recipe In Gujarati)

શિયાળા સ્પેશ્યલ ખજૂર ના લાડુ (આ લાડુ માં ગુંદર નો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ થી ૫ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ અરેબિયા ખજૂર
  2. ૨ ચમચીકાચો ગુંદર
  3. ૨ ચમચીકોપરાનું સૂકું જીણું ખમણ
  4. થી ૧૦ નંગ બદામ ના ટુકડા
  5. ૬-૭કાજુ ના ટુકડા
  6. ૧ મોટો ચમચોઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા ખજૂર માંથી ઠળિયા કાઢી લો. ત્યારબાદ ગુંદર ને અધકચરો ખાંડી લો.

  2. 2

    હવે ગેસ પર કડાઈ મૂકી ઘી ગરમ કરી ગુંદર તળી લો. ત્યારબાદ ગુંદર સાઈડ પર મૂકી દો.

  3. 3

    હવે એ જ ગરમ ઘી માં ખજૂર પણ સાંતળો. ચમચા વડે ખજૂર દબાવતા રહો જેથી ખજૂર ભાંગી જશે. ૨ થી ૩ મિનિટ આમ હલાવ્યા કરી ખજૂર એકદમ સરસ સાંતળી લેવી.

  4. 4

    હવે તેમાં તડેલો ગુંદર નાખી દો. ત્યારબાદ કાજુ બદામ ના ટુકડા નાખી દો.ત્યારબાદ ૧ મોટી ચમચી કોપરા નું ખમણ નાખી બરાબર હલાવી લો.

  5. 5

    હવે ૧ થી ૨ મિનિટ માટે બધું મિશ્રણ હલાવી બરાબર સેકાવા દો.

  6. 6

    હવે ગેસ બંધ કરી લો. મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે હાથ પર ઘી લગાવી નાના નાના લાડુ વાળી લો.

  7. 7

    હવે બધા લાડુ ને સૂકા કોપરા ના ખમણ માં રગદોડી લો.

  8. 8

    તો તૈયાર છે એકદમ હેલ્ધી એવા ખજૂર ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
પર
અમદાવાદ
masterchef👩‍🍳@sweet home
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Bahut BadhiaAll your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊
(સંપાદિત)

Similar Recipes