સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#CB5
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે.

સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

#CB5
સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યકિત
  1. ઢોકળા નુ ખીરુ બનાવવા માટે ➡️
  2. ૩ વાટકીખીચડીના ચોખા
  3. ૧ વાડકીઅડદની દાળ
  4. પાણી જરૂર મુજબ
  5. ઢોકળા બનાવવા માટે➡️
  6. વાટકા તૈયાર કરેલ ઢોકળાનું ખીરુ
  7. ૪-૫ ટેબલસ્પૂનકોથમીર ફુદીના ની ચટણી
  8. ૧ ચમચીબેસન
  9. ટીપાં ગ્રીન ફુડ કલર (optional)
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચપટીસોડા
  12. મરી પાઉડર જરૂર મુજબ
  13. વઘાર કરવા માટે ➡️
  14. ૨ ચમચીતેલ
  15. ૧ ચમચીરાઈ
  16. ૧ ચમચીજીરૂ
  17. મીઠા લીમડાના પાન જરૂર મુજબ
  18. ચપટીહિંગ
  19. ૨-૩લીલા મરચા કાપેલા
  20. સમારેલી કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીરું બનાવવા માટે ચોખા અને અડદની દાળને બરાબર બે ત્રણ પાણીથી ધોઈ તેને આખી રાત માટે પલાળી દો ત્યારબાદ તેને સવારે ક્રશ કરી ખીરું તૈયાર કરી તેને સાતથી આઠ કલાક માટે આથો આવવા માટે રહેવા દો.

  2. 2

    હવે આ ખીરામાં મીઠું અને ચપટી સોડા નાંખી બરાબર હલાવી તેને બે સરખા ભાગ કરી લો.

  3. 3

    કોથમીર ફુદીનાની ચટણીમાં એક ચમચી બેસન અને એકથી બે ટીપા ગ્રીન ફુડ કલર નાખી બરાબર હલાવી તૈયાર કરી લો

  4. 4

    હવે એક ઢોકળિયામાં પાણી મૂકી અને ગરમ કરવા મૂકો અને જે વાસણમાં ઢોકળા બનાવવાના છે તે વાસણને તેલથી ગ્રીસ કરી તૈયાર કરી લો.

  5. 5

    સૌપ્રથમ વાસણમાં નીચે ઢોકળાનું ખીરું પાથરી લો અને તેને ઢોકળીયામાં દસ મિનિટ માટે ચડાવો.

  6. 6

    હવે તેમાં તૈયાર કરેલ કોથમીર ફુદીના ની ચટણીનું મિશ્રણ પાથરી, બીજું લેયર તૈયાર કરી લો અને તેને પણ દસ મિનિટ માટે ચડાવો.

  7. 7

    હવે છેલ્લું બાકી બચેલું ઢોકળા નુ ખીરુ પાથરી, ત્રીજું લેયર તૈયાર કરી ઉપરથી મરી પાઉડર છાંટી લો.હવે તેને પંદરથી વીસ મિનિટ માટે ચડાવો.

  8. 8

    હવે ઢોકળા ચડી ગયા બાદ તેને ઠંડા કરી લો.ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લઈને તેના પીસ કરી લો. હવે વઘાર માટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાં ઉમેરીને તેને ઢોકળા ઉપર પાથરી લો અને આ ઢોકળાને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes