ફલાફલ (Falafel Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

ફલાફલ પેલેટર એ મિડલીસ્ટ માં ધણી ફેમસ ડિશ છે આ ડિશ ને તમે આમ સ્ટાટર તરીકે સર્વ કરી શકો અથવા પીટા બ્રેડ માં રેપ કરીને એઝ સ્નેકસ તરીકે પણ લઈ શકો છો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપછોલે પલાડી ને લેવા
  2. 1+1/2 કપ લીલા ધાણા
  3. 5-6કળી લસણ
  4. 3 નંગલીલા મરચાં
  5. 1/2 ટુકડોઆદુ
  6. 1 ટે સ્પૂનજીરૂ પાઉડર
  7. 1 ટે સ્પૂનમરી પાઉડર
  8. 1 નંગલીબું નો રસ
  9. 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. ➡️હમ્મસ માટે
  12. 1/2 કપબાફેલા છોલે (ટીન પણ લઈ શકો)
  13. 5-6કળી લસણ
  14. 1/4 કપતાહિની પેસ્ટ (તલને તેલમાં પીસીને બનાવેલ પેસ્ટ)
  15. 2 ટેબલ સ્પૂનદહીં
  16. 1 નંગલીબું નો રસ
  17. 6-7 ટે સ્પૂનઓલીવ ઓઈલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ફલાફલ બનાવવા માટે પહેલા તો છોલે ચણા ને 7-8 કલાક પહેલા પલાડી ને રાખો. ચણા પલડીને સાઈઝ માં થોડા મોટા દેખાય એટલે તેને એક કાણાવાળી ચાળણીમાં કાઢી લો અને કોરા કરી લો.

  2. 2

    ચણા કોરા થઈ જાય એટલે તેને એક ફૂડ પ્રોસેસર બાઉલ માં લઈ લો. ફૂડ પ્રોસેસર ન હોય તો ઈલેક્ટ્રીક ચોપર કે પછી મીકસી જાળમાં પણ લઈ શકો. હવે તેમાં લસણ, લીલા મરચાં, આદુ, ધાણા, મીઠું, મરી પાઉડર, જીરું પાઉડર અને ચણાનો લોટ આ બધું સાથે ઉમેરીને પ્રોસેસર ને બધુ એકસરખુ મિક્સ થઈ જાય એવી રીતે દરદરુ પીસી લો.

  3. 3

    આ મિક્સરને એક બાઉલ માં કાઢી લો અને તેમાં એક લીબું નો રસ ઉમેરી ને હલાવી લો. હવે તેની એક સરખી ટિક્કિ બનાવી લો અને 30 મિનિટ ફ્રિજ માં રાખો. આમ કરવાથી ફલાફલ ક્રિસ્પી બનશે.

  4. 4

    ટિક્કિ ને ફ્રિજમાં થઈ કાઢી લો. હવે તેને ગરમ તેલમાં એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરો. ટિક્કિ બહાર કાઢ્યા પછી બે ટિક્કિ લો અને એકબીજા સાથે ઘસી જુઓ અવાજ આવે એટલી ક્રિસ્પી થઈ છે કે નહીં તેનો ખ્યાલ આવશે. તો આવી જ રીતે બધી ફલાફલ ટિક્કિ તળી લો.

  5. 5

    જો તમારે આ ફલાફલ ની ટિક્કિ ને સ્ટોર કરવી હોય તો તળયા વગરની ફલાફલ ને ડિપ ફ્રિજમાં રાખી લો એકદમ કડક થઈ જાય એટલે ઝીપલોગ બેગમાં ભરી 15 દિવસ સુધી રાખશો તો પણ એમ જ રહેશે.

  6. 6

    હમ્મસ બનાવવા માટે ચણાને બાફી લેવા. હવે એ બાફેલા ચણાને પણ પ્રોસેસર માં લઈ લો તેમાં લસણ, તાહિની પેસ્ટ, દહીં લીંબુનો રસ, મીઠું અને ઓલીવ ઓઈલ ઉમેરી ને પ્રોસેસર ને ફેરવો અને વચ્ચે વચ્ચે હમ્મસ ને હલાવતા રહો. ચણાની એકદમ સ્મુથ પેસ્ટ ન બને ત્યાં સુધી ઓઈલ ઉમેરતા જવું અને પીસ્તા જવુ 1 થી 2 ચમચી પાણી ઉમેરી શકાય જો ચણા બરાબર ન પીસાતા હોય તો. ચણાની સ્મુથ પેસ્ટ તૈયાર થાય એટલે સમજવું કે તમારું હમ્મસ રેડી છે.

  7. 7

    તો તૈયાર છે આપણી ફલાફલ અને હમ્મસ. અહીં મે તેને સલાડ તથા ખબુશ (પીતા બ્રેડ) માં સ્ટફ કરી ને સર્વ કરી છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes