ફલાફલ સ્કેવ્સૅ (Falafel Squares Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#walnuttwists
#cookpadindia
#cookpadgujarati
ફલાફલ એક Lebanese વાનગી છે. જે તળીને બનાવાય છે અને હમસ સાથે સર્વ થાય છે. અહીં મેં તેમાંથી બેક કરીને squares બનાવ્યા છે અને તેને યમેમારા ડીપ સાથે સર્વ કર્યા છે.

ફલાફલ સ્કેવ્સૅ (Falafel Squares Recipe In Gujarati)

#walnuttwists
#cookpadindia
#cookpadgujarati
ફલાફલ એક Lebanese વાનગી છે. જે તળીને બનાવાય છે અને હમસ સાથે સર્વ થાય છે. અહીં મેં તેમાંથી બેક કરીને squares બનાવ્યા છે અને તેને યમેમારા ડીપ સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. Falafel squares બનાવવા માટે
  2. ૧ વાટકીછોલે ચણા
  3. ૭-૮ કળી લસણ
  4. મીડીયમ સાઈઝની ડુંગળી
  5. ૨ નંગલીલા મરચાં
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧/૨ ચમચીશેકેલું જીરુ પાઉડર
  8. ૧/૨ ચમચીમરી પાઉડર
  9. ૧/૨ કપફ્રેશ બ્રેડ ક્રમ્સ
  10. ૨ ચમચીચણા નો લોટ
  11. નાનો બાઉલ સમારેલા ધાણા
  12. ૨ ચમચીતેલ
  13. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  14. સર્વ કરવા માટે
  15. યમેમારા ડીપ જરૂર મુજબ
  16. ટામેટાની સ્લાઈસ જરૂર મુજબ
  17. કાકડી ની સ્લાઈસ જરૂર મુજબ
  18. લીલા ધાણા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છોલે ચણા અને પાણીથી બરાબર 17 થી 18 કલાક માટે પલાળી રાખો. તેમાં 1/4 ચમચી બેકિંગ સોડા નાખી પલાળી રાખો.

  2. 2

    એક મિક્સર જારમાં પલાળેલા ચણા લસણ ડુંગળી લીલા મરચા મીઠું શેકેલુ જીરૂ પાઉડર મરી પાઉડર ઉમેરી મિક્સરમાં પલ્સ મોડ પર ચલાવો.

  3. 3
  4. 4

    ત્યારબાદ તેમાં લીલા ધાણા ઉમેરી ફરીથી પલ્સ મોડ પર ચલાવો. આ મિશ્રણને થોડું કર કરું જ રાખવાનું છે.

  5. 5

    આ મિશ્રણને એક વાસણમાં લઈ તેમાં બ્રેડ ક્રમ્સ, ચણાનો લોટ, તેલ તેમજ બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી પંદર મિનિટ માટે રાખો.

  6. 6

    ફલાફલ squares બનાવવા માટે એક નોનસ્ટિક પેનને સ્લો ફ્લેમ પર ગરમ કરવા મૂકો.હવે એક પ્લાસ્ટિક શીટને તેલથી ગ્રીસ કરી લો. તેના ઉપર થોડું મિશ્રણ લઇ તેને ચોરસ આકાર આપો ફોટા માં બતાવ્યા પ્રમાણે.

  7. 7

    પેનને તેલથી ગ્રીસ કરી લો તેમાં બનાવેલો square સાચવીને ઊંધો મૂકો અને પ્લાસ્ટિક ને લઈ લો

  8. 8

    એક્ સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને પલટાવી લો. બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દો ત્યારબાદ તેને થાળીમાં લઈ ઠંડુ થવા દો

  9. 9

    હવે તેમાંથી તમારી મનપસંદ સાઈઝ ના ચોરસ કાપી લો.આ આ ચોરસ ઉપર યમેમારા ડીપ સ્પ્રેડ કરો. તેના ઉપર કાકડી અને ટામેટાની સ્લાઈસ મૂકી લીલા ધાણાથી ગાર્નિશ કરીને સર્વ કરો. (આ squares ને તમે preheated oven માં 20થી 25 મિનિટ માટે બેક કરી ને પણ બનાવી શકો છો).

  10. 10
  11. 11

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes