ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

ગુજરાત તેના ખાનપાન માટે ખૂબ જ લોકપ્રિય છે.. ખાવાની વાત આવે કે ફરવાની ત્યારે ગુજરાત અને ગુજરાતી જરૂર થી યાદ આવે.ગુજરાતી વ્યંજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે...

શિયાળામાં ગુજરાતી ફંકશન હોય અને ઊંધિયું ન હોય એ બને જ નય...

ઊંધિયું એક મિક્સ વેજીટેબલ સબ્જી છે... ઊંધિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય ની રીતે જોઈએ તો ખૂબજ પૌષ્ટિક છે... ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે... જે મ કે કાઠિયાવાડી ઊંધિયું,સુરતી ઊંધિયું, ડ્રાય ઊંધિયું, માટલા ઊંધિયું,ગ્રેવી વગેરે ...

ઊંધિયું એ શિયાળામાં જ બનાવામાં આવે છે કેમ કે દરેક પ્રકારની શાકભાજી શિયાળામાં જ મળતી હોય છે..તો તેને સીઝનલ સબ્જી પણ કહી શકાય.

ઉંબાડિયું એટલે માટલા ઊંધિયું જે દક્ષિણ ગુજરાત માં ખુબ જ લોકપ્રિય છે.જે ગ્રીન ચટણીઓ અને શાકભાજી ને માટલા માં ભરીને ઉપર થી ફાયર કરીને બનાવવામાં આવે છે.તેમાં માટલા ના બેઝમાં કલાર અને કમ્બોઈ નામ ની વનસ્પતિ નો ઉપયોગ કરવામાં આવે છે.
ઉંબાડિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે...

ઊંધિયું નાના મોટા સૌને ભાવે તેવી સબ્જી છે તો ચાલો તેને બનાવવાની રીત જોઈ લઈશું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. મોટો બાઉલ મિક્સ વેજીટેબલ :👇
  2. બટાકા, રીંગણ,સૂરણ,કંદ,ગાજર, શક્કરિયા, રવૈયા, સૂરતી પાપડી, ફ્લાવર
  3. ૨ કપવટાણા, લીલી તુવેરના દાણા,સૂરતી પાપડી ના દાણા
  4. ૨ નંગટામેટા મોટી સાઈઝ માં કટ કરેલા
  5. ૩ નંગડુંગળી કટરમા ક્રશ કરેલા
  6. ૧/૨ કપલીલી ડુંગળી ઝીણી સમારેલી
  7. ૧/૨ કપલીલું લસણ ઝીણી સમારેલું
  8. ૩ ટેબલ સ્પૂનલસણ અને મરચા ક્રશ કરેલા
  9. ૩ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  10. ૧ ટેબલ સ્પૂનહળદર
  11. ૧/૨ ટેબલ સ્પૂનગરમ મસાલો
  12. ૨ ટેબલ સ્પૂનઊંધિયા નો મસાલો
  13. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  14. વઘાર માટે
  15. સીંગતેલ જરૂર મુજબ
  16. ૧ ટેબલ સ્પૂનજીરું
  17. ૧/૨ ટેબલ સ્પૂનતલ
  18. લાલ આખાં મરચાં
  19. ૧/૨ ટેબલ સ્પૂનવરિયાળી
  20. ૧ ટેબલ સ્પૂનકિસમિસ
  21. મૂઠિયાં બનાવાની સામગ્રી:👇
  22. ૧ કપઘઉંનો કરકરો લોટ
  23. ૧/૨ કપબેસન
  24. ૧ કપમેથી
  25. ૨ ટેબલ સ્પૂનતેલ મોયણ માટે
  26. ૧ ટેબલ સ્પૂનમિડિયમ લાલ મરચું પાઉડર
  27. ૧/૨ ટેબલ સ્પૂનહળદર
  28. ૧/૨ ટી સ્પૂનખાવાનો સોડા
  29. ૧ ચમચીલીંબુનો રસ
  30. ૨ ટેબલ સ્પૂનખાંડ
  31. મીઠું સ્વાદાનુસાર
  32. ૨ ટેબલ સ્પૂનતલ
  33. પાણી જરૂર મુજબ
  34. રવૈયા ભરવા માટે સામગ્રી 👇
  35. ૩ ટેબલ સ્પૂનબેસન
  36. ૨ ટેબલ સ્પૂનતેલ
  37. ૧ ટેબલ સ્પૂનશીંગદાણા ક્રશ કરેલા
  38. ૧/૨મરચું પાઉડર
  39. ૨ ટેબલ સ્પૂનખાંડ
  40. ૧ ટેબલ સ્પૂનલીંબુના રસ
  41. મીઠું સ્વાદાનુસાર
  42. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મિક્સ વેજીટેબલ ને પાણી થી સાફ કરી ને તેને મિડિયમ સ્કેવર માં કટ કરી લેવાં. ઊંધિયા માટે ની બધી જ સામગ્રી તૈયાર કરી લેવી. અહીં સાઇડ માં મૂઠિયાં નો લોટ બાંધી ને મૂઠિયાં અને રવૈયા ને પણ વચ્ચે થી ચાર કટ કરી મસાલો ભરી ને ઢોકળીયા ના કૂકરમાં ૨૦ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દીધા હતા... મિક્સ વેજીટેબલ ને પણ કૂકરમાં લઈ ને જરૂર મુજબ પાણી ઉમેરી ૧ સીટી વગાડી લેવી..

  2. 2

    હવે એક પેનમાં સીંગતેલ લઈ તેમાં જીરું,તલ, હીંગ, લાલ આખાં મરચાં ઉમેરો.ત્યારબાદ તેમાં લસણ મરચા ક્રશ કરેલા, ડુંગળી અને ટામેટાને ઉમેરીને સાંતળી લો.. હવે તેમાં હળદર, લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, ધાણાજીરું પાઉડર, ઊંધિયા નો મસાલો ઉમેરો.. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ અને બોઇલ મિક્સ વેજીટેબલ ઉમેરીને મિક્સ કરી લેવું.. મીઠું સ્વાદાનુસાર ઉમેરો.

  3. 3

    ઊંધિયા માં ઉપર થી વરીયાળી,કિસમિસ, સ્ટીમ કરેલા મૂઠિયાં અને રવૈયા ને ઊમેરી લેવાં.જરૂર મુજબ પાણી ઉમેરી હલકા હાથે થી બધું જ બરાબર મિક્સ કરી લેવું અને તેલ છુટું પડે ત્યારબાદ ગેસ ની ફ્લેમ ઓફ કરી લેવી.

  4. 4

    ઊંધિયા માં ઉપર થી કોથમીર અને લીલું લસણ ઉમેરી લો. ઊંધિયા ને જનરલી પૂરી અને જલેબી સાથે સર્વ કરી શકાય છે...પણ મેં અહીં મેથી, જીરા,અજવાઇન ના પરોઠા સાથે તેને સર્વ કર્યું છે... જેનું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે.

  5. 5

    વિશેષ નોંધ: મેં અહીં મૂઠિયાં અને વેજીટેબલ ને બોઇલ કરી ને લીધાં છે. તમે તેને ફ્રાય કરી ને પણ લઈ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes