ઊંધિયું

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833

#ભરેલી
#goldenapron
ઊંધિયું એ ગુજરાત ની પારંપરિક રેસિપી છે,જે વારે તહેવારે બનાવવા મા આવે છે,સુરત માં લીલું ઊંધિયું તો સૌરાષ્ટ્ર માં આ રીતે લાલ ઊંધિયું લોકપ્રિય છે,આ ઊંધિયું માં શિયાળામાં આવતા શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવવા માટે આવે છે,આ જ રીતે બધા કઠોળ પલાળી ને કઠોળ ઊંધિયું પણ ખૂબ જ સરસ લાગે છે

ઊંધિયું

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ભરેલી
#goldenapron
ઊંધિયું એ ગુજરાત ની પારંપરિક રેસિપી છે,જે વારે તહેવારે બનાવવા મા આવે છે,સુરત માં લીલું ઊંધિયું તો સૌરાષ્ટ્ર માં આ રીતે લાલ ઊંધિયું લોકપ્રિય છે,આ ઊંધિયું માં શિયાળામાં આવતા શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવવા માટે આવે છે,આ જ રીતે બધા કઠોળ પલાળી ને કઠોળ ઊંધિયું પણ ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 servings
  1. મેથી ના મુઠીયા બનાવવા માટે:-
  2. 1 1/2કપ ચણાનો લોટ
  3. 1 1/2ટીસ્પૂન લાલ મરચું પાવડર
  4. 1 1/2ટીસ્પૂન ધાણાજીરું
  5. 1/2ટીસ્પૂન હળદર
  6. 2ટેબલસ્પૂન ગોળ
  7. 1કપ ઝીણી સમારેલી મેથી ની ભાજી
  8. 1ટેબલસ્પૂન તેલ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. પાણી જરૂર મુજબ
  11. રીંગણ ભરવા માટે:-
  12. 6નાના રીંગણા
  13. 3/4કપ ચણાનો લોટ
  14. 2ટીસ્પૂન લાલ મરચું પાવડર
  15. 1ટીસ્પૂન ધાણાજીરું પાવડર
  16. 1 1/2ટેબલસ્પૂન ગોળ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. તેલ જરૂર મુજબ
  19. લીલા મરચા ભરવા માટે:-
  20. 6નાના લોટ ભરાય તેવા મરચાં
  21. 1/2કપ ચણાનો લોટ
  22. 1ટી સ્પૂન ધાણાજીરુ પાવડર
  23. 2ટેબલસ્પૂન ગોળ
  24. મીઠું સ્વાદાનુસાર
  25. તેલ જરૂર મુજબ
  26. ઊંધિયું બનાવવા માટે:-
  27. 1કપ લીલી તુવેરના દાણા
  28. 1કપ લીલા ચણા
  29. 1/2કપ વાલોળપાપડી
  30. 1/2કપસુરતી પાપડી
  31. 1/2કપ વટાણા
  32. 15નાની બાફેલી બટેટી
  33. 200ગ્રામ રતાળુ
  34. વઘાર માટે:-
  35. 1કપ તેલ
  36. 4તમાલપત્ર
  37. 3તજ ના ટુકડા
  38. 8લવિંગ
  39. 8મરી
  40. 3બાદીયા
  41. 15-20લીમડાના પાન
  42. 4આખા લાલ મરચાં
  43. 6લીલા મરચા
  44. 2મોટા આદુ ના ટુકડા
  45. 4ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર
  46. 3ટેબલસ્પૂન લાલ મરચું પાવડર
  47. 1ટીસ્પૂન હળદર
  48. 1ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું
  49. મીઠું સ્વાદાનુસાર
  50. 1/2કપ પલાળેલી ખાટી આમલી
  51. 1/2કપ ગોળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથીના ગોળા બનાવવા માટે:- બધી સામગ્રી મિક્સ કરી પાણી થી ગોળા વાળી શકાય તેવો લોટ બાંધી લો

  2. 2

    મરચાં ભરવાની સામગ્રી મિક્સ કરી મુઠ્ઠી પડતું મોણ નાખી મિકસ કરી લો, મરચાં માં વચ્ચે કાપો મૂકીને બી કાઢી લોટ ભરી લો

  3. 3

    રીંગણા ને વચ્ચે થી આડો અને ઊભો ચીરો મૂકીને પાણી માં રાખો, પછી રીંગણા ભરવાની સામગ્રી મિક્સ કરી તેલ થી લોટ બાંધી રીંગણા ભરી લો

  4. 4

    રીંગણા, મરચાં અને મુઠીયા ને વરાળિયા બાફી ને તળી લો

  5. 5

    બટેટા સિવાય નું બધું શાક કુકર મા 1 સિટી કરી બાફી લો

  6. 6

    આદું મરચાં ની પેસ્ટ બનાવી બધો કોરો મસાલો મિક્સ કરી પેસ્ટ બનાવી લો

  7. 7

    હવે જાડા તળિયા વાળા તપેલામાં તેલ ગરમ કરી તેમાં ખડા મસાલા નાખી 1 મિનિટ સુધી સાંતળો

  8. 8

    તેમાં આદુ મરચાં વાળી પેસ્ટ બનાવી હતી નાખો અને મસાલો ચઢી જાય ત્યાં સુધી સાંતળો

  9. 9

    પછી તેમાં બધા બાફેલા શાક અને બટેટી નાખી મિક્સ કરી લો, જરૂર મુજબ આમલી નું પાણી અને ગોળ નાખી મિક્સ કરી લો

  10. 10

    5 મિનિટ પછી તેમાં બાફી ને તળેલા શાક નાખી હળવા હાથે મિક્સ કરી 2 મિનિટ સુધી ચઢવા દો તો તૈયાર છે સ્વાદિષ્ટ ઊંધિયું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
પર

ટિપ્પણીઓ

Similar Recipes