વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#cookpadindia
#cookpadguj
#cookpad
ઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે.

વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)

#cookpadindia
#cookpadguj
#cookpad
ઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપરવો
  2. ૧ ટીસ્પૂનઅડદ ની દાળ
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. ડુંગળી
  5. ૧ ટેબલ સ્પૂનરેડ કેપ્સિકમ
  6. ૨ ટેબલ સ્પૂનવટાણા
  7. ૨ ટેબલ સ્પૂનછીણેલું ગાજર
  8. ટામેટું
  9. લીલા મરચાં
  10. ૫-૬ પત્તા મીઠી લીમડી
  11. સૂકું લાલ મરચું
  12. ૧ ટેબલ સ્પૂનબારીક કટ કરેલ લીલા ધાણા
  13. ૧ ટીસ્પૂનરાઈ
  14. ચપટીહિંગ
  15. ૨ ટેબલ સ્પૂનદહીં
  16. ૧ કપપાણી
  17. મીઠું આવશ્યકતા અનુસાર
  18. ટુકડા૩-૪ કાજુના

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ક્રેક કરો. ત્યારબાદ તેમાં અડદની દાળ, લીમડી,સૂકું લાલ મરચું,હિંગ નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ડુંગળી, લીલા મરચાં નાખી બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં બારીક કટ કરેલા ટામેટા એડ કરો. એક મિનિટ માટે તેને પણ સોતે કરી લો.

  2. 2

    હવે તેમાં રવો એડ કરો ધીમા તાપે ચારથી પાંચ મિનિટ સુધી સરસ ફ્લેવર આવે ત્યાં સુધી શેકો. હવે તેમાં લીલા વટાણા, ગાજરનું છીણ, રેડ કેપ્સિકમ,મીઠું એડ કરો. એક મિનિટ માટે તેને પણ રવા સાથે મિક્સ કરી લો. હવે તેમાં એક કપ ગરમ પાણી નાખો અને મિક્સ કરો.હવે તેમાં દહીં નાખી મિક્સ કરો. બિલકુલ ધીમા તાપે પાંચ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં લીલા ધાણા અને કાજુ એડ કરો મિક્સ કરો. ગરમા ગરમ ઉપમા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes