બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે.

બ્રોકોલી ચીઝ સ્ટફ પરાઠા (Broccoli Cheese Stuffed Paratha Recipe In Gujarati)

આ એક અલગ પ્રકારના પરાઠા છે. જે કોઇને બ્રોકોલી ના ભાવતું હોય એ લોકોને આ પરાઠા સર્વ કરશો તો ખુશ થઈને ખાશે. બ્રોકોલી ખાવામાં ખૂબજ લાભદાયક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બ્રોકોલી
  2. ૧૦૦ ગ્રામ પ્રોસેસ ચીઝ
  3. ૧૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  4. ૧ ચમચીચાટ મસાલો
  5. ૧ ચમચીપીઝા મસાલો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૨ કપસમારેલી કોથમીર
  8. ૧/૨ ટી.સ્પૂનચીલી ફ્લેક્સ
  9. લોટ બાંધવા માટે ➡️
  10. ૧/૨ કપઘઉંનો લોટ
  11. ૧/૨ કપમેંદો
  12. ૨ ટેબલસ્પૂનતેલ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. પાણી જરૂર મુજબ
  15. તેલ પરાઠા શેકવા માટે
  16. સફેદ તલ જરૂર મુજબ
  17. દહીં સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રોકોલીના ફૂલ છૂટા પાડી તેને ગરમ પાણી માં ૫ મિનીટ માટે ઉકાળી, પાણી કાઢી, તેને કપડાં પર મૂકી સૂકવી દો અને લોટ માટેની સામગ્રી ભેગી કરી રોટલી જેવો લોટ બાંધી તેને ૧૦ મિનીટ માટે રેસ્ટ આપો.

  2. 2

    હવે બ્રોકોલીને ચીલી કટરમાં ઉમેરી તેને ક્રશ કરી લો. હવે તેમાં છીણેલું ચીઝ, પીઝા મસાલો, મીઠું, ચીલી ફ્લેક્સ, કોથમીર ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો.

  3. 3
  4. 4

    હવે લોટમાંથી મોટો લુવો લઈ, રોટલી વણી, તેમાં બ્રોકોલી નું સ્ટફિંગ ભરી, ચારેય બાજુથી બંધ કરી, આલુ પરાઠા કરીએ એમ લુવો બનાવી, અટામણની મદદથી પરાઠા વણી લો અને ઉપર સહેજ પાણી લગાવી, સફેદ તલ પાથરી ફરી એક વેલણ મારી વણી લો.

  5. 5

    હવે આ પરાઠાને તેલ લઇને શેકી લો સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes