મીની સ્ટફ પરાઠા

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#એનિવર્સરી
#સ્ટાર્ટર

હેલો કેમ છો મિત્રો,

આજે અહીંયા મેં પરાઠા નું એકદમ હેલ્ધી વર્ઝન રેડી કર્યું છે. પરાઠાના મીની બાઈટસ બનાવ્યા છે. કલર્સ માટે નેચરલ ફૂડ યુસ કર્યા છે. જેથી જે બાળકોને પાલક અને બીટ ના ભાવતા હોય એ પણ attract થઈને મજાથી ખાઈ શકે. નાના-મોટા સૌને ભાવે એવા ટેસ્ટી પરાઠા ની રેસીપી પ્રસ્તુત કરું છું.

મીની સ્ટફ પરાઠા

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#સ્ટાર્ટર

હેલો કેમ છો મિત્રો,

આજે અહીંયા મેં પરાઠા નું એકદમ હેલ્ધી વર્ઝન રેડી કર્યું છે. પરાઠાના મીની બાઈટસ બનાવ્યા છે. કલર્સ માટે નેચરલ ફૂડ યુસ કર્યા છે. જેથી જે બાળકોને પાલક અને બીટ ના ભાવતા હોય એ પણ attract થઈને મજાથી ખાઈ શકે. નાના-મોટા સૌને ભાવે એવા ટેસ્ટી પરાઠા ની રેસીપી પ્રસ્તુત કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઉપરના પડ માટે :
  2. 2- કપ ઘઉંનો લોટ
  3. 1-કપ મેંદો
  4. થોડું મીઠું
  5. મોણ માટે તેલ
  6. સ્ટફિંગ માટે:
  7. 100- ગ્રામ છીણેલું પનીર
  8. 1- મોટી જીણી સમારેલી ડુંગળી
  9. 1- મોટુ ઝીણું સમારેલું કેપ્સીકમ
  10. 1- કપ ઝીણી સમારેલી કોથમીર
  11. 1-ક્યુબ પ્રોસેસ ચીઝ
  12. 3- ટેબલ સ્પૂન મોઝરેલા ચીઝ
  13. 1- ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ
  14. 1- ટેબલસ્પૂન આદુની પેસ્ટ
  15. મીઠું સ્વાદ મુજબ
  16. અડધી ચમચી કલોજી
  17. ગ્રીસિંગ માટે બટર
  18. થોડો ચાટ મસાલો
  19. પરોઠા શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ અને મેંદો મિક્સ કરીને એમાં મીઠું અને મોણ નાખો. હવે આ લોટને બે અડધા ભાગમાં વહેંચી લેવું. એક પાર્ટમાં પાલકની પ્યુરી ઉમેરવી અને બીજા પાર્ટમાં બીટની પુરી ઉમેરી ફોટા માં બતાવ્યા મુજબ પરાઠાની કણક બાંધી લેવી. આ કણકને અડધો કલાક રેસ્ટ આપવો.

  2. 2

    ફોટા માં બતાવ્યા મુજબ બધી સામગ્રી રેડી કરી લેવી. હવે સૌપ્રથમ એક મોટા બાઉલમાં છીણેલું પનીર લો. એમાં એક કપ કોથમીર, કેપ્સીકમ, ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, 1 છીણેલી પ્રોસેસ ચીઝ અને 3 tbsp મોઝરેલા ચીઝ ઉમેરો. મીઠું છેલ્લે જ્યારે સ્ટફિંગ ભરવાના હોવ ત્યારે જ ઉમેરવું. જેથી સ્ટફિંગ ઢીલું ના થાય અને પરાઠા ફાટી ના જાય. છેલ્લા ફોટા માં બતાવ્યા મુજબ બધું સ્ટફિંગ સ્ટેચ્યુલા ની મદદથી હાલ આવેલો અને એકસરખું મિક્સ કરી લો.

  3. 3

    હવે પણ માટે બાંધેલી કણકના એક એક કલરના લુવા લઈ ફોટા માં બતાવ્યાં મુજબ હાથે થી થેપી લેવા. હવે જ્યારે સ્ટફિંગ ભરીએ એ વખતે સ્ટફિંગ મીઠું ઉમેરી હલાવી લેવું. હવે બીજા નંબરના ફોટા બધા ફોટા માં બતાવ્યાં મુજબ સ્ટફિંગ ભરી લેવું.

  4. 4

    આ રીતે પરાઠા રેડી કરી ને હાથેથી થેપી લેવું. હવે મીની પરાઠા પર બ્રશ વડે પાણી ફેરવી લઈ,એના ઉપર કલંજી લગાવી લેવી. આ રીતે બધા પરાઠા રેડી કરી લેવા.

  5. 5

    હવે તવી ઉપર તેલ મૂકી, પરાઠા શેકી લેવા. હવે પરાઠા શેકાઈ ગયા બાદ એના ઉપર બટર લગાડી ચાટ મસાલો ભભરાવો. તો રેડી છે મસ્ત મજાના કલરફુલ મીની સ્ટફ પરાઠા....એને તમે દહીં, કેચપ અને આપણી જોડે સવૅ કરી શકો છો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર
Surat, Gujarat, India

ટિપ્પણીઓ

Similar Recipes