તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. તાવો બનાવવા માટે
  2. 1 વાટકો ઝીણું સમારેલું ફ્લાવર
  3. 1 વાટકો ઝીણા સમારેલા રીંગણા
  4. 1 વાટકો સમારેલા બટાકા
  5. 1 વાટકો ઝીણી સમારેલી દુધી
  6. 1ટમેટું ઝીણું સમારેલું
  7. 2ચમચા તેલ
  8. 1/2 ચમચીરાઈ
  9. 1 ચમચીજીરું
  10. 1/2 ચમચીહિંગ
  11. 1 1/2 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  12. 1/2 ચમચીહળદર
  13. 2 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 1/2 ચમચીધાણાજીરૂ
  15. 1/2 ચમચીગરમ મસાલો
  16. 3/4 ચમચીખાંડ
  17. 1/2 ચમચીલીંબુનો રસ
  18. સ્વાદ પ્રમાણેમીઠું
  19. ચાપડી બનાવવા માટે
  20. 1બાઉલ ઘઉંનો કરકરો લોટ
  21. 1 વાટકીરવો
  22. 1 વાટકીચણાનો લોટ
  23. 1 ચમચીજીરૂ
  24. ૩ ચમચીતેલ મોણ માટે
  25. સ્વાદ પ્રમાણેમીઠું
  26. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કુકરમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં રાઇ,જીરુ અને હીંગ ઉમેરો. પછી તેમાં આદુ,મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી બે-ત્રણ વર્ષ સુધી સાંતળી લો.

  2. 2

    પછી તેમાં સમારેલા શાકભાજી ધોઈને ઉમેરો પછી તેમાં હળદર,મરચું, ધાણાજીરૂ, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

  3. 3

    પછી તેને મિક્સ કરી લો. હવે શાકભાજીને તેલમાં ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો પછી તેમાં ટામેટાં અને ખાંડ ઉમેરી મિક્સ કરે લો.

  4. 4

    પછી તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી મિક્સ લો પછી ચાર-પાંચ સીટી વગાડી લો. બધુ શાકભાજી ચડી જાય પછી તેમાં છેલ્લે લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    તૈયાર છે તાવો.

  6. 6

    હવે એક કથરોટમાં ઘઉંનો, ચણાનો લોટ અને રવો લો. પછી તેમાં જીરુ, મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો.

  7. 7

    હવે લોટમાં થોડું થોડું ગરમ પાણી ઉમેરતા જાવ અને તેની ચોપડી બનાવી લો.

  8. 8

    એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય પછી ચાપડી ને મીડીયમ ફ્લેમ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

  9. 9

    તૈયાર છે ચાપડી

  10. 10

    હવે તાવો ચપડી ને સર્વ કરો.

  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ (13)

Similar Recipes