તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#KS
રાજકોટ નું પ્રખ્યાત તાવો ચાપડી..શિયાળો આવતા જ શાકભાજી ની મોસમ શરૂ થાય...અને બધા જ મિક્સ શાકભાજી માંથી ઊંધીયુ, પાવભાજી જેવી જ એક રેસિપિ તાવો...ક જે બાટી જેવી એક વાનગી ચાપડી સાથે ખવાય છે..

તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KS
રાજકોટ નું પ્રખ્યાત તાવો ચાપડી..શિયાળો આવતા જ શાકભાજી ની મોસમ શરૂ થાય...અને બધા જ મિક્સ શાકભાજી માંથી ઊંધીયુ, પાવભાજી જેવી જ એક રેસિપિ તાવો...ક જે બાટી જેવી એક વાનગી ચાપડી સાથે ખવાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચાપડી
  2. 2 કપઘઉં નો લોટ
  3. 1 કપરવો
  4. મીઠું સ્વાદનુસાર
  5. 1 ચમચીઅજમો
  6. તેલ તળવા માટે
  7. 1/4 ચમચીહિંગ
  8. તાવો બનાવવા
  9. 4ચમચા તેલ
  10. 1 ચમચીરાઈ જીરું
  11. 1/4 ચમચીહિંગ
  12. 7-8લીમડાના પાન
  13. 1 ચમચીતલ
  14. 2નાના રીંગણાં
  15. 1નાનું બટાકુ
  16. 5-6ગુવાર ની શીંગ કટકા કરેલ
  17. 5-7વાલોર કટકા કરેલ
  18. 2નાના ટામેટાં ઝીણા સમારેલ
  19. થોડું સમારેલ ફ્લાવર
  20. નાનો કટકો સમારેલ કોબી
  21. 6-7શીંગ વટાણા
  22. 6-7સિંગના તુવેરના દાણા
  23. 6-7સિંગનાચોળા દાણા
  24. 6-7વાલ ના દાણા
  25. મીઠું સ્વાદનુસાર
  26. 2 ચમચીમરચું
  27. 1/2 ચમચીહળદર
  28. 1/2 ચમચીગરમ મસાલો
  29. સર્વ કરવા
  30. છાસ
  31. ટામેટાં
  32. ડુંગળી
  33. લસણની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચાપડી બનાવવા માટે એક કથરોટ માં ઘઉં નો લોટ, રવો લો..તેમાં મુઠી પડતું મોણ, મીઠું, અજમો, હિંગ ઉમેરી સરસ મિક્સ કરી હુંફાળા પાણી થી લોટ બાંધો.

  2. 2

    હવે હાથ વડે દબાવીને નાની જાડી પૂરી બનાવો.તેમાં ચાકા વડે કાપા કરી લો.હવે એક લોયા માં તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે ચાપડી નાખી ધીમા તાપે તળી લો.

  3. 3

    તાવો માટે પેલા બધા શાકભાજી સમારી લો...બધા દાણા ફોલી લો..એક કૂકર માં તેલ મૂકી રાઈ જીરું મૂકી તતડવા દો..તતળે એટલે તેમાં થોડી હિંગ, લીમડાના પાન અને તલ ઉમેરી દો.

  4. 4

    હવે સમારેલ ટામેટા ઉમેરી સાંતળો..પછી બધા શાકભાજી ઉમેરી સાંતળો..તેમાં બધા મસાલા કરી લો.

  5. 5

    હવે સરસ મિક્સ કરો.તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી કૂકર બન્ધ કરી 3 થી 4 સિટી વગાડી લો..ઠરે એટલે ખોલી હલાવી લો.

  6. 6

    તાવા ને ચાપડી સાથે સર્વ કરો.સાથે લસણની ચટણી, છાસ, ડુંગળી અને ટામેટાં તો ખરા જ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes