તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

તવો ચાપડી (તવો એટલે ઉંધીયું) કે ચાપડી ઉંધીયું એક જ છે. આ વાનગી રાજકોટ ની લોકપ્રિય ડિનર ડિશ છે. હાલમાં આખા ગુજરાત મા તમને જોવા મળી શકે છે. અહીં ઉંધીયું પરંપરાગત ઊંધીયા કરતા અલગ હોય છે. આ વાનગી સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.

#KS

#tawo #chapdi #tawochapdi #undhiyu #chapdiundhiyu #gujarat #rajkot #famous #dinner #dinnerdish #traditional #authentic #healthy #spices #spicy #wheat #bhakhri #fried #tasty #desi

તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

તવો ચાપડી (તવો એટલે ઉંધીયું) કે ચાપડી ઉંધીયું એક જ છે. આ વાનગી રાજકોટ ની લોકપ્રિય ડિનર ડિશ છે. હાલમાં આખા ગુજરાત મા તમને જોવા મળી શકે છે. અહીં ઉંધીયું પરંપરાગત ઊંધીયા કરતા અલગ હોય છે. આ વાનગી સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.

#KS

#tawo #chapdi #tawochapdi #undhiyu #chapdiundhiyu #gujarat #rajkot #famous #dinner #dinnerdish #traditional #authentic #healthy #spices #spicy #wheat #bhakhri #fried #tasty #desi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ચાપડી બનાવવા માટે
  2. ૨ કપભાખરી નો કરકરો લોટ
  3. ૧/૪ કપસફેદ તલ
  4. ૩ ટેબલસ્પૂનજીરુ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧/૨ કપસૂજી
  7. ૧/૪ કપતેલ (મોણ)
  8. તેલ તળવા માટે
  9. પાણી નવસેકુ (લોટ બાંધવા માટે, જરૂર મુજબ)
  10. તાવો (રસ્સા વડું ઉંધીયું બનાવવા માટે)
  11. ૧ (૧/૨ કપ)તેલ
  12. તેજ પત્તા
  13. ૨-૩ આખા લાલ મરચાં
  14. ૧/૪ કપઆખુ જીરું
  15. ૧/૪ કપસફેદ તલ
  16. ૧ ટી સ્પૂનહિંગ પાઉડર
  17. ૨૫૦ ગ્રામ ટામેટા
  18. ૨ કપગરમ પાણી
  19. ૧ (૧/૨ ટેબલ સ્પૂન)દેગી/ કાશ્મીરી લાલ મરચાં પાઉડર
  20. ૨૫૦ ગ્રામ રીંગણા
  21. ૨૫૦ ગ્રામબટેટા
  22. ૧૫૦ ગ્રામ વટાણા
  23. ૩ ટેબલ સ્પૂનલાલ મરચાં પાઉડર
  24. ૩ ટેબલ સ્પૂનધાણજીરું પાઉડર
  25. ૨ ટેબલ સ્પૂનહળદર
  26. ૪-૫ ટેબલ ચમચી વરિયાળી પાઉડર
  27. સ્વાદ અનુસારમીઠું
  28. ૧.૫ થી ૨ લીટર નવશેકુ પાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણા અને બટેટા ના મોટા પીસ કરી પાણી માં પલાળવા (રીંગણા ને સમારતા તે કાળા થવા લાગે છે, એટલે સમારીને તરત જ પાણી માં રાખવા). ટામેટા ને મોટા પીસ માં સમારવા, તાજા વટાણા, વરિયાળી, સફેદ તલ, આખા લાલ મરચાં, તેજ પત્તા તૈયાર રાખવા, અને બાકીના મસાલા પણ.

  2. 2

    તાવો (ઉંધીયું) બનાવવા માટે એક મોટું કૂકર લઈ, તેલ નાખી તેને ધીમી આંચ પર રાખો.

  3. 3

    તેલ ગરમ થાય ત્યાર બાદ તેમાં તેજ પત્તા નાખો, તેજ પત્તા ચડે એટલે આખા લાલ મરચાં નાખી તેને સહેલાઈથી મીકસ કરો. ત્યાર બાદ તેમાં જીરુ નાખો.

  4. 4

    બધા મસાલા બરાબર ચડે એટલે સફેદ તલ, હિંગ પાઉડર નાખી મિક્સ કરો.

  5. 5

    ત્યાર બાદ સમારેલા ટામેટા નાખી ને ૨ મિનિટ સાંતળો.

  6. 6

    ૨ કપ ગરમ પાણી નાખી ઉકળવા દો.

  7. 7

    દેગી મિર્ચ અથવા કાશ્મીરી લાલ મરચું પાઉડર (કલર માટે) નાખી મિક્સ કરો.

  8. 8

    સમારેલા રીંગણા, વટાણા અને બટેટા નાખી ને બરાબર મિક્સ કરો.

  9. 9

    ત્યાર બાદ ધાણાજીરુ પાઉડર, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર (તીખું) નાખી મિક્સ કરો.

  10. 10

    વરિયાળી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરો, મસાલા ને ૪-૫ મિનિટ સુધી ચડવા દો.

  11. 11

    ૧.૫ થી ૨ લીટર નવશેકુ પાણી નાખી ને કૂકર ને ઢાંકી દો. એક સિટી કરવી ને કૂકર ને ઠંડું થવા દો.

  12. 12

    તાવો (ઉંધીયું) સારુ ત્યારે જ લાગશે જ્યારે તેમાં રસો ખૂબ હસે. રસ્સો, સારી માત્રામાં તેલ, લાલ મરચુ, વરિયાળી અને તલ આ જ ખાસિયત છે તાવા ની.

  13. 13

    ચાપડી (ભાખરી) બનાવવા માટે. લોટ બનાવવા માટે એક વાસણમા ભાખરી નો લોટ લેવો.

  14. 14

    તેમાં સફેદ તલ, જીરુ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.

  15. 15

    સૂજી અને તેલ (મોણ) ઉમેરી તેને બરાબર મિક્સ કરવું. જરૂર મુજબ નવશેકુ પાણી નાખી ને ભાખરી જેવો કઠણ લોટ બાંધવો.

  16. 16

    ત્યાર બાદ લોટ ને ૨૦-૩૦ મિનિટ રેસ્ટ આપવુ.

  17. 17

    ત્યાર બાદ નાના લુઆ કરી તેને ભાખરી ની જેમ વણી લો. ચપ્પુ થી કાપા કરી તેને પૂરી ની જેમ તાળવું.

  18. 18

    એકદમ ક્રિસ્પી અને કડક ભાખરી જેવી બનશે.

  19. 19

    હવે અસેમ્બલ કરવા માટે એક પ્લેટ માં ચાપડી (ભાખરી) નો ચૂરો કરો હાથ ની મદદ થી. ત્યાર બાદ તેનાપર સમારેલાં કાંદા નાખો, અને તાવો (ઉંધીયું) વધારે માત્ર માં ઉપર ઉમેરી લીંબુ નો રસ નાખી કોથમીર થી ગાર્નિશ કરો ગરમ સર્વે કરો.

  20. 20

    તૈયાર છે રાજકોટ શહેર નું ફેમસ તાવો ચાપડી. તળેલા પાપડ, તળેલા મોરા લીલાં મરચાં, સમારેલી ડુંગળી અને છાસ સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hency Nanda
Hency Nanda @hencynanda
પર
Rajkot, Gujarat

Similar Recipes