તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat

#KS

શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 50 ગ્રામવટાણા
  2. 50 ગ્રામલીલી તુવેર
  3. 50 ગ્રામપાપડી
  4. 1-2રીંગણ
  5. 50 ગ્રામકોબી
  6. 50 ગ્રામફુલાવર
  7. 8-10 નંગફણસી
  8. 1ગાજર
  9. 30 ગ્રામલીલું લસણ
  10. 2 નંગબટેકા
  11. 1 નંગટામેટું
  12. થોડાલીલાં ચણા
  13. 1નાનો કટકો આદું
  14. 10-12પાન ફૂદીનો
  15. 3-4 નંગલીલા મરચા
  16. 1-1/2 ગ્લાસપાણી
  17. 4-5 નંગલવિંગ
  18. 1બાદીયુ
  19. થોડી કોથમીર
  20. 3-4 ચમચીમરચુ
  21. 2 ચમચીહળદર
  22. 2 ચમચીધાનજીરું
  23. 1 ચમચીરાઇ
  24. 1 નાનો વાટકો તેલ
  25. 2 નંગડુંગળી
  26. છાશ
  27. પાપડ
  28. લીલાં મરચાં
  29. ચાપડી
  30. 1 મોટો વાટકોઘઉંનો કરકરો લોટ
  31. 1નાનો વાટકો ઘઉંનો ઝીણો લોટ
  32. 1નાનો વાટકો રવો
  33. 2 ચમચીજીરું
  34. 2 ચમચીતલ
  35. મીઠુ સ્વાદ અનુસાર
  36. લોટ બાંધવા ગરમ પાણી
  37. 1-2ચમચા તેલ લોટ માટે
  38. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધા શાક ને પાણી થી સાફ કરી લેવા.પછી બધા ને કટ કરવા.

  2. 2

    બધા લીલા દાણા જેવા કે ચણા, પાપડી ના દાણા, વટાણા,તુવેર વગેરે ને ગેસ પર 1 તપેલી માં બાફી લેવા.જેથી તે કાચા ન લાગે.

  3. 3

    ટામેટા ને નાનાં કટ કરવા,મરચાં અને લીલું લસણ ક્રશ કરવું.બાદીયુ અને લવિંગ ને ક્રશ કરવું.

  4. 4

    ગેસ પર કુકર માં 1 મોટો ચમચો તેલ મૂકી ને તેમાં 1 ચમચી રાઇ મૂકી મરચા અને લીલું લસણ ક્રશ કરેલ હતું તે પછી ટામેટા નાખી હલાવું,પછી તેમાં ગરમ મસાલો નાખી હલાવી ને બધુ શાક નાખો.તેમાં લાલ મરચું, ધાણા જીરું, મીઠુ બધું નાખી બરાબર મિક્સ કરી થોડી વાર હલાવું.છેલ્લે તેમાં બાફેલા બધા દાણા નાખવા.

  5. 5

    તેમાં 1 થી 1/2 ગ્લાસ પાણી નાંખી 2 થી 3 વહીસલ વગાળવી.

  6. 6

    બીજી બાજુ ચાપડી નો લોટ બાંધવા માટે 1 કઢાઈમાં ઘઉંનો જાડો લોટ,ઘુઉં નો ઝીણો લોટ,રવો લઇ તેમાં મીઠું, તેલ, તલ, જીરૂં બધુ નાખી ગરમ પાણી થી લોટ બાંધવો.

  7. 7

    હાથ ની મદદ થી ગોળ ગોળ ચાપડી વાળવી.

  8. 8

    1 કઢાઈમાં તેલ મૂકી તેમાં બધી ચાપડી તળવી.ગેસ ની ફ્લેમ ધીમી રાખવી.થોડી લાલસ જેવી થાય તેવી રાખી કાઢી લેવી.

  9. 9

    હવે કુકર માં શાક ચેક કરવું.બધું શાક બરાબર જેરની ની મદદ થી અધકચરું થાય તેવું હલાવું.

  10. 10

    1 વાઘરીયા માં 3 થી 4 ચમચી તેલ મૂકી ગરમ થાય પછી 1 ચમચી લાલ મરચું નાખી તે શાક માં નાખવું.

  11. 11

    ચાપડી અને તાવો તૈયાર છે.તેને ડુંગળી,પાપડ, છાસ મરચાં સાથે સર્વ કરવું.ચાપડી ને તાવા માં ભૂક્કો કરી ને ખવાય છે.ખાવા માં તે ખુબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes