ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335

#FFC5
#week5
#cookpadindia
#cookpadgujrati
ઇન્દોરી પૌવા ની ખાસિયત એમાં વપરાતો જીરાવન મસાલો અને વરિયાળી છે ,સાથે આ પૌવા માં તેલ નો વપરાશ ખૂબ ઓછો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે ..હું આ મસાલો મહારાષ્ટ્ર થી લઇ આવું છું . ઘરે બનાવવો હોય તો આની રેસિપી યૂટ્યુબ પર મળી જશે .

ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati)

#FFC5
#week5
#cookpadindia
#cookpadgujrati
ઇન્દોરી પૌવા ની ખાસિયત એમાં વપરાતો જીરાવન મસાલો અને વરિયાળી છે ,સાથે આ પૌવા માં તેલ નો વપરાશ ખૂબ ઓછો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે ..હું આ મસાલો મહારાષ્ટ્ર થી લઇ આવું છું . ઘરે બનાવવો હોય તો આની રેસિપી યૂટ્યુબ પર મળી જશે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપૌવા
  2. 2 ચમચીતેલ
  3. 1/2 ચમચીરાઈ,જીરું
  4. 1/4 નાની ચમચીહિંગ
  5. 2 નંગડુંગળી
  6. 2ડાળખી લીમડો
  7. 2લીલા મરચા
  8. 1 ચમચીવરિયાળી
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીખાંડ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 2 ચમચીલીંબુ નો રસ
  13. 2 ચમચીજીરાવન મસાલો
  14. ઉપર થી ઉમેરવા માટે -👇
  15. 1 વાટકીશેકેલા /તળેલા શીંગ
  16. 1 વાટકીદાડમ ના દાણા
  17. 1 વાટકીરતલામી સેવ
  18. 1/2 કપસમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને ડૂબ પાણી થી ધોઈ અને ચારણી માં નિતારી 5 મિનિટ કોરા થવા દેવા.પછી તેમાં હળદર,મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું.

  2. 2

    પૌવા ને એમ જ 5 મિનિટ વરાળ માં સ્ટીમ કરી લેવા અને હાથેથી છૂટા કરી લેવા. ઇન્દોરી પૌવા માં ફોટામાં બતાવ્યા પ્રમાણે નો મસાલો જીરાવન વપરાય છે. જે મેઈન ઘટક છે.

  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું તતડે એટલે હિંગ ઉમેરી દેવી પછી ડુંગળી સાંતળી લેવી.ત્યાર બાદ લીમડો,લીલા મરચા અને વરિયાળી સાંતળી લેવા.

  4. 4

    તેમાં ચપટી હળદર અને મીઠું ઉમેરી પૌવા ઉમેરી દેવા.પૌવા પહેલે થી જ બાફેલા હોવાથી 2 મિનિટ મિક્સ કરી ગરમ થાય એટલે 1 ચમચી જીરાવન મસાલો,અને લીંબુ ઉમેરી મિક્સ કરી ઉતારી લેવું.

  5. 5

    તૈયાર થયેલા પૌવા ને પ્લેટ માં લઈ ફરી થોડો જીરાવન મસાલો છાંટો..ઉપર દાડમ,શીંગ અને રતલામી સેવ અને ડુંગળી ભભરાવવી.સર્વ કરવા માટે તૈયાર છે ઈન્દોરી પૌવા.

  6. 6

    તળેલા શીંગદાણા ની બદલે મે અહી શેકેલા યુઝ કર્યા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes